અગવડ:ઔદ્યોગિક, ધાર્મિક રીતે હવાઇ સેવા અતિ મહત્વની, સૌરાષ્ટ્ર સમાચાર વિમાની સેવા બચાવો અભિયાન

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોહિલ ભૂરાણી,ઉદ્યોગપતિ, મુંબઇ-ભાવનગ - Divya Bhaskar
સોહિલ ભૂરાણી,ઉદ્યોગપતિ, મુંબઇ-ભાવનગ
  • ત્રણ-ત્રણ સાંસદો, કેબિનેટ મંત્રીઓ ભાવનગરના, છતાં અન્યાય, ભાંગતા ભાવનગરને બચાવો

ભાવનગર જિલ્લામાં આવેલા જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે સમગ્ર દેશમાંથી અને વિદેશથી યાત્રાળુઓ દર્શનાર્થે આવી પહોંચે છે, અને મોટાભાગના લોકો મુંબઇ-ભાવનગર-મુંબઇનો હવાઇ માર્ગ પસંદ કરે છે. ઔદ્યોગિક દ્રષ્ટીએ પણ મુંબઈ-ભાવનગરની હવાઈ સેવા અતિ મહત્વની છે.

કોમલકાંત શર્મા, ચેરમેન, લીલા ગ્રુપ ઓફ કંપનીઝ
કોમલકાંત શર્મા, ચેરમેન, લીલા ગ્રુપ ઓફ કંપનીઝ

હવે અમદાવાદથી ફ્લાઇટનો સહારો
મોટાભાગના ઉદ્યોગકારો નિયમીત રીતે મુંબઇ-ભાવનગર હવાઇ સેવાનો ઉપયોગ કરે છે, આ સેવા બંધ થઇ રહી છે, તેથી હવે ઉદ્યોગકારોએ વાયા અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ પકડવી પડશે. ભાવનગર થી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાની સુવિધા પણ ખૂબજ મહત્વની અને જરૂરી છે. - સોહિલ ભૂરાણી, ઉદ્યોગપતિ, મુંબઇ-ભાવનગર

ઉદ્યોગ-ધંધા માટે હવાઇ સેવા જરૂરી
ભાવનગરથી મુંબઇની હવાઇ સેવા ઉદ્યોગ અને ધંધા માટે અતિ મહત્વની પણ ગણવામાં આવે છે. અલંગના વ્યવસાયકારો તેનો સતત ઉપયોગ કરી રહ્યા છે. વિદેશથી અલંગમાં આવતા વ્યવસાયકારો માટે પણ આ હવાઇ સેવા અતિ આવશ્યકની હોય છે.- વિશ્નુકુમાર ગુપ્તા, પ્રમુખ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન

રજવાડાએ બનાવ્યુ ચાલુ તો રાખો
ભાવનગર એરપોર્ટની ભેટ દુરંદેશી રાજવીઓએ આપી હતી, અને ભાવનગરથી મુંબઇનો પુરતો ટ્રાફિક પણ છે, છતા સેવા શા માટે બંધ કરવામાં આવી રહી છે? સત્વરે મુંબઇની હવાઇ સેવા શરૂ થવી ઉદ્યોગ-ધંધા, ધાર્મિકક્ષેત્ર માટે આવશ્યક છે.- અનિલભાઇ યાદવ, કમિટી મેમ્બર, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ.

કનેક્ટિવિટી અતિ મહત્વની હોય છે
શહેરના વિકાસ માટે તમામ કનેક્ટિવિટી જરૂરી હોય છે, તેમાં હવાઇ સેવા આવશ્યક હોય છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે, દેશ-વિદેશના લોકો મુંબઇથી ભાવનગર નિયમીત રીતે આવે છે. ભાવનગર મુંબઇ વચ્ચે તમામ દ્રષ્ટીએ ફ્લાઇટ હોવી જરૂરી છે.- કોમલકાંત શર્મા, ચેરમેન, લીલા ગ્રુપ ઓફ કંપનીઝ.

અન્ય સમાચારો પણ છે...