અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદેભારત, રાજકોટ-હાપા-મુંબઇ વચ્ચે દુરન્તો, જામનગર-મુંબઇ વચ્ચે હમસફર ટ્રેનની ફાળવણી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે, અને આ તમામ ટ્રેનો સફળતાપૂર્વક ચાલી રહી છે. પિપાવાવ બંદર, અલંગ શિપબ્રેકિંગ યાર્ડ વ્યવસાયની દ્રષ્ટિએ, પાલિતાણા જૈન તિર્થધામ, બગદાણા, સાળંગપુર જેવા ધાર્મિક યાત્રધામ ભાવનગરની સાથે સંકળાયેલા છે. આ તમામ જગ્યાએથી સમગ્ર દેશમાંથી લોકો આવે છે. હાલ તેઓને વાયા અમદાવાદ, વડોદરા થઇને આવવું પડે છે.
ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેન ખુબ જ સફળતાપૂર્વક ચાલી રહી છે, અને મુંબઇ જવા-આવવા માટે મુસાફરો દ્વારા તેને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મુસાફરોની સવલતાર્થે ભાવનગરથી વંદે ભારત, દુરન્તો અથવા હમસફર જેવી પ્રીમિયમ ટ્રેન ફાળવવામાં આવે અથવા હાલ જે શહેરોથી ચાલી રહી છે તે ટ્રેનો ભાવનગર લંબાવવામાં આવે તો ભાવનગરના મુસાફરોને પ્રીમિયમ ટ્રેનોની મુસાફરીની અને દેશના મહત્વના શહેરો સાથેની સીધી કનેક્ટિવિટી મળી શકે તેમ છે.
ભાવનગરના મુસાફરોને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળી શકે. આ માટે રેલવે તંત્રને પણ વધારાની કોઇ વ્યવસ્થાઓ કરવાની રહેતી નથી, માત્ર અમદાવાદથી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાની જરૂર છે. બીજી તરફ બોટાદ-અમદાવાદનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થઇ ગયુ હોવાથી અમદાવાદથી સંચાલિત થતી લાંબા અંતરની ટ્રેનો જો ભાવનગર લંબાવવામાં આવે તો માત્ર 4 કલાકમાં ભાવનગર સુધી ટ્રેન પહોંચી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.