ઉદ્ઘાટન:ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ એન. ભૂતા – રેડક્રોસ બ્લડ સેન્ટરનો પ્રારંભ કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતો અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની ઉપસ્થિતિમાં બ્લડ બેન્કનું ઉદ્ઘાટન કરાશે

સમગ્ર વિશ્વમાં માનવતાવાદી આરોગ્યલક્ષી પ્રવૃતિ કરતી આંતરરાષ્ટ્રીયસંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે.જે ભાવનગર જીલ્લામાં પણ કાર્યરત છે.ભાવનગર જિલ્લા શાખા દ્વારા આજે 38 જેટલા આરોગ્યના કાર્યક્રમો ચલાવી રહી છે. ભાવનગર જિલ્લાના દર્દીઓને સારી ગુણવત્તાવાળું અને રાહતદરે સમયસર અને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતું થી શ્રી.ઉત્તમ.એન.ભૂતા પરીવારના સહયોગથી રેડક્રોસ ભવન, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે રેડક્રોસ સોસાયટી સંચાલિત શ્રી ઉત્તમ એન. ભૂતા – રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડબેંક) નો તા.14 સપ્ટેમ્બર થી શરૂ કરાશે.

બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને રાહતદરે તથા થેલેસેમિયા મેજર બાળકો અને હીમોફીલિયા વાળા બાળકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, રેડક્રોસ ભવન ખાતે પૂજાવિધિ કરવામાં આવશે તેમજ ભુતા પરિવાર અને થેલેસેમિયા મેજર 9 દીકરીઓના હસ્તે તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બ્લડ બેન્ક ખુલ્લી મુકવામાં આવશે અને ત્યારબાદ બપોરે 3 કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે અતિથિશ્રીઓ અને સંતોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરી બ્લડબેંકનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...