ભાવનગર:ભારતીય નેવીનુ ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર અલંગ તરફ, આવતા મહિને આવી પહોંચશે

ભાવનગરએક વર્ષ પહેલા
આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
  • 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી
  • INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું

વિશ્વનુ સૌથી જૂનુ એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ઓનલાઇન ઓપ્શનમાંથી અલંગ શીપ બ્રેક ઇન્ડિયાના અગ્રણી ઔદ્યોગિક જૂથ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું અને તેના અંગેના નાણાંની ચૂકવણી થતાની સાથે જ સરકારના વિભાગ દ્વારા ડિલિવરી ઓર્ડર સુપરત કરવામાં આવ્યો છે. આ યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવનાર INS વિરાટ ભાવનગરના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવતા મહિને ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવી પહોંચશે.

આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું
આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું

INS વિરાટ જહાજની પહોળાઇ 49 મીટર, લંબાઇ 225 મીટર છે
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 શ્રીરામ વેસલ સ્ક્રેપ ખાતે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઐતિહાસિક યુદ્ધ જહાજ ભાંગવા માટે આવી પહોંચશે. આ અંગે શ્રીરામ ગ્રુપના મુકેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે INS વિરાટ ઓનલાઇન ઓક્શન પ્રક્રિયામાં અમે 38.54 કરોડમાં ખરીદી કરવામાં આવી છે. આ અંગેના નાણાની પૂર્ણ ચૂકવણી થઇ જતાં સરકારના NSDC દ્વારા ડિલિવરી ઓર્ડર આપવામાં આવે છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુંબઈથી અલગ આ જહાજને ટગ વડે ખેંચીને લાવવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ઐતિહાસિક યુદ્ધ જહાજ આવી પહોંચશે તેના આગમન અંગે તૈયારીઓ ચાલી રહી છે .

સપ્ટેમ્બર મહિનામાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ઐતિહાસિક યુદ્ધ જહાજ આવી પહોંચશે
સપ્ટેમ્બર મહિનામાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે ઐતિહાસિક યુદ્ધ જહાજ આવી પહોંચશે

વર્ષ 1987થી 2016 સુધી સતત દેશની રક્ષામાં કાર્યરક હતું
INS વિરાટ આવતા મહિને મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અલંગ લાવવામાં આવશે. 18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી. શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે 38.54 કરોડમાં INS વિરાટની ખરીદી કરી છે. નેવી યુદ્ધ જહાજ તરીકે સૌથી વધુ 56 વર્ષ સેવા આપનાર INS વિરાટ ભારતમાં 30 વર્ષ સુધી સેવામાં રહીને કારગીલ જેવા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અલંગ શીપ યાર્ડના ઈતિહાસમાં સૌથી મોટુંINS વિરાટ યુદ્ધ જહાજ બ્રેકીંગ માટે આવશે. શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે 38.54 કરોડમાં INS વિરાટની ખરીદી કરી છે. જે સપ્ટેમ્બર મહિનામાં અલંગ ખાતે આવી પહોંચશે.

INS વિરાટને ભાવનગરના અલંગ ખાતે ભાંગવામાં આવશે
INS વિરાટને ભાવનગરના અલંગ ખાતે ભાંગવામાં આવશે

INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગશે
INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, UKનું નેવી જહાજનું અગાઉ બ્રેકીંગ કરેલ, તે ઉપરાંત અન્ય વિદેશી જહાજોને ભાંગવાનો બહુળો અનુભવ છે. INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે.

(ભરત વ્યાસ-ભાવનગર)