વિરોધ:જૂની પેન્શન યોજના ન સ્વીકારાય તો 30મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્ને આગળ વધી રહેલી લડત
  • ભાવનગરના પ્રાથમિક, માધ્યમિક સહિતના શિક્ષકો રેલીમાં જોડાયા, 17મીએ માસ CL

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજ સૌરાષ્ટ્ર સંભાગની રાજકોટ ખાતે મહારેલીનું આયોજન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,ભાવનગરના ભરતભાઈ ભટ્ટે જણાવ્યું હતુ કે જુની પેન્શન યોજના ફરી અમલમાં મુકવા માટે તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે બાબતે, HTAT વધ પરત,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે સૌરાષ્ટ્ર સંભાગની મહારેલી રાજકોટ ખાતે યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જેમાં ભાવનગરથી જુદા જુદા વિભાગોમાંથી અનેક કાર્યકર્તાઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાંરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં કર્મચારીઓ અને શિક્ષકોનો જુસ્સો વધાર્યો હતો. આગામી દિવસોમાં જો પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો તા.17 સપ્ટેમ્બરે માસ સી.એલ. અને તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં લેવાય તો તા.30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...