હવામાન:સાંજે 24 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીની તીવ્રતામાં વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકડતી ઠંડીની કરાયેલી આગાહી
  • શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 13.6 ડિગ્રી થયું, બપોરે તાપમાન 26.4 ડિગ્રી રહ્યું

શહેરમાં ઠંડા પવનોની તીવ્રતા વધતાં આજે મંગળરના રોજ લઘુતમ તાપમાનનો પારો 0.8 ડિગ્રી ઘટીને 13.6 ડિગ્રી નોંધાયો હતો. ખાસ તો શહેરમાં સાંજના સમયે 24 કિલોમછટરની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાતા શહેરીજનો ઠુંઠવાયા હતા. બધુવારના રોજ પણ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 12 થી 13 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી સંભાવના રહેલી છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 78 ટકા નોંધાયું હતું.

ભાવનગર શહેરમાં નવા વર્ષના આરંભથી ઠંડીની તીવ્રતા વધતી જાય છે. જેમાં ગઇ કાલે શહેરમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે નજીવું ઘટીને 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તે આજે 0.8 ડિગ્રી ઘટીને 13.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા અને સાંજના સમયે ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતુ. સવારના સમયે શહેરમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તો સાંજના સમયે પવનની ઝડપ બમણી થઇ જતા શહેરીજનો મોડી સાંજે ઠંડીમાં ઠુંઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...