વિશેષ:શાકાહારીઓમાં વધેલી વિટામીન બી-12ની ઉણપ, ડેરી પ્રોડક્ટસ, માંસ, માછલી અને ઇંડામાંથી મળે છે વિટામીન બી-12

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બી-12ની ઉણપથી એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી જેવાં લક્ષણો

શહેરમાં ખાસ કરીને શાકાહારી લોકોમાં બી-12ની ડેફિસીયન્સીનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહત્વની વાત એ છે કે, બી-12ની ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી જેવાં લક્ષણો હોવાથી આસાનીથી શરીરમાં બી-12ની ઉણપ હોવાનું પકડાતું નથી, અને દર્દી વિવિધ પ્રકારનાં રિપોર્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાંખતા હોવાનું ડોકટરો જણાવી રહ્યાં છે.

મુખ્યત્વે વિટામીન બી-12 માટીમાં પેદા થતાં એક ખાસ પ્રકારનાં બેકટેરીયામાંથી પ્રાપ્ત થાય છે, તેમજ ડેરી પ્રોડક્ટસ, માંસ, માછલી અને ઇંડા જેવાં માંસાહારમાંથી સૌથી વધુ પ્રમાણમાં બી-12 પ્રાપ્ત થતું હોય છે. જેથી શુદ્ધ શાકાહારીઓમાં બી-12નું યોગ્ય પ્રમાણ જળવાતું નથી. બી-12ની ઉણપને લીધે લોહીની ઉણપ, ન્યુરોલોજિક્લ અને પેટનાં રોગો જેવાં એક સાથે ત્રણ રોગોનાં લક્ષણો સાથે દેખાતા હોવાથી બી-12ની ડેફિસીયન્સીનું નિદાન આસાનીથી થથું ન હોવાથી વિવિધ પ્રકારનાં રિપોર્ટોમાં દર્દીનાં હજારો રૂપિયા ખર્ચાઇ જાય છે.

બી12ની ઉણપમાં ઈંજેકશન અસરકારક
જયારે પેટ- નયુરોલોજીકલ અને એનીમીયાનાં લક્ષણો દેખાય ત્યારે તુરત બી-12નો રિપોર્ટ કરાવવો જોઇએ.આ રિપોર્ટમાં બી-12નું પ્રમાણ 216થી 900 પીજી-એમએલ( દર ગ્રામ મિલીલીટર) 200થી ઓછું હોય તો બી-12નાં ઓછામાં ઓછાં 20 ઇન્જેશન લેવાથી લિવરમાં જરૂરી બી-12 સ્ટોર થાય છે. તેમજ ત્યારબાદ ફરીથી બી-12નો રિપોર્ટ કરાવીને દર મહિ‌ને બી-12નું એક ઇન્જેકશન લેવું પડે છે.

શાકાહારીઓમાં બી-12ની ઉણપ કેમ થાય ?
માટીમાં થતાં બેકટેરીયા બી-12નાં મુખ્ય સ્ત્રોત છે, તેમજ બી-12 ઇંડા, માછલી, માંસ અને ડેરી પ્રોડકટમાંથી પ્રાપ્ત થતી હોય છે. ખોરાક પેટમાં ઇન્ટ્રીનીસીક ફેકટર પ્રમાણે તે નાના આંતરડામાંથી લિવરમાં બેથી પાંચ મિલીગ્રામ બી-12 સ્ટોર થાય છે. પરંતુ, શુદ્ધ શાકાહારી ઉપરાંત જેમનાં શરીરમાં ઇન્ટ્રીનીસીક ફેકટરમાં ગરબડ થવાથી બી-12 લિવરમાં સ્ટોર થવાને બદલે શરીરની બહાર નીકળી જવાથી ડાયાબીટીસ અને એસીડીટીની ગોળીઓ તેમજ લાંબા સમયથી પેટનાં રોગોથી બી-12ની ઉણપ સર્જા‍ઇ શકે છે. તેમજ મિનરલ વોટરનાં વધુ ઉપયોગથી બી-12ની ઉણપ સર્જાય છે.

બી-12ની ઉણપનાં લક્ષણો
એનીમીયા, પેટ અને ન્યુરોલોજીકલ રોગો જેવા ત્રણ લક્ષણોને લીધે શરીરમાં લોહીની અછત, વજન ઓછું થવું, ભુખ ન લાગવી, પરસીયસ એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી થવી, લકવો, પગનાં તળિયામાં ધ્રુજારી, હાથ-પગ તુટે, સીડી ચડતાં શ્વાસ ચઢે, ગભરામણ જેવાં લક્ષણો દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...