સામાન્ય પ્રવાહનું પરિણામ:સિહોર, મહુવા અને તળાજામાં પરિણામમાં થયેલો વધારો

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપડાઉન કરી વગર ટયુશને વિદ્યાર્થિનીએ 99.54 PR મેળવ્યા
  • તરેડ​​​​​​​ શાળાનું સતત ત્રીજા વર્ષે 100 ટકા પરિણામ : ગણેશ શાળાના 126 વિદ્યાર્થીઓમાંથી 123 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ

મહુવા તાલુકાની તરેડ સરકારી હાઈસ્કૂલનું સતત ત્રીજા વર્ષે 100 ટકા પરિણામ આવેલ છે. સતત ત્રણ વર્ષથી ધોરણ 12 માં એક પણ વિદ્યાર્થી નાપાસ ન થતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી છવાઇ છે. સિહોર કેન્દ્રનું 93.36 ટકા પરિણામ આવેલ. જેમાં સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલનું 98.88 ટકા, એલ.ડી.મુનિ હાઇસ્કૂલનું 90.76 ટકા, કન્યા વિદ્યાલય વળાવડનું 100 ટકા, જે.જે. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલનું 92.20 ટકા, સ્વામી વિવેકાનંદ સ્કૂલ –ટાણાનું 98.96 ટકા, એન.બી.ગોધાણી હાઇસ્કૂલનું 89.47 ટકા, સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળનું 100 ટકા પરિણામ આવેલ છે.

મહુવાનું ધોરણ-12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91 ટકા જાહેર થયું છે ત્યારે મહુવા કેન્દ્રનું પરિણામ 92.51 ટકા જાહેર થયેલ છે.મહુવાની વિવિધ શાળાનું પણ ઉચું પરિણામ આવેલ છે.મહુવાની બેલુર, સ્વામીનારાયણ ગુરૂકુળ, રામકૃષ્ણ સ્કુલ હોસ્ટેલ, સરસ્વતી વિદ્યાલય, જીવન જયોત વિદ્યાલય, સર્વોદય શાળા, વિદ્યાવિહારનું 100 ટકા પરિણામ, હોલી ફેમેલી સ્કુલનું 99 ટકા, વિ.એલ માંગુકીયા સ્કુલનું 98 ટકા,સેન્ટ થોમસ સ્કુલનું 97.17 ટકા, રાઘેશ્યામ સ્કુલનું 90 ટકા,કે.જી.મહેતાનું 96 ટકા, મ.ના.મહેતાનું 95 ટકા, જે.પી.પારેખનું 81 ટકા, શેઠ એમ.એન.નું 80 ટકા પરિણામ જાહેર થયેલ છે.

મહુવામાં બેલુર વિદ્યાલય ધો -12 કોમર્સનું પરિણામ જાહેર થયું. શાળાના કુલ 56 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, 10 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ,18 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ પ્રાપ્ત કરેલ.પી.એન.આર. સોસાયટી ભાવનગર સંચાલીત મહુવા રીસોર્સ સેંટરના દિવ્યાંગ બાળકોએ પણ સારૂ પરિણામ પ્રાપ્ત કરેલ છે. ટાપણીયા મલ્હાર નરોત્તમભાઇએ 67 ટકા, દોશી વિવેક પ્રકાશભાઇએ 49 ટકા સાથે ધો.12માં ઉત્તીર્ણ થયા છે.ગણેશ શાળા- ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે.

શાળાના 126 વિદ્યાર્થીઓમાંથી 123 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ. શાળાનું પરિણામ 97.62 ટકા આવેલ. એલ.પી.કાકડીયા વિધાભવન, નવાગામ(ગા.) નું ધો.12 નું પરિણામ 97.57% આવેલ છે.પ્રથમ નંબરે ગોગદા મહેતાબ,દ્વિતીય ગોહિલ પ્રિયંકાબા અને તૃતીય ડાંગર શીતલ આવેલ છે.એક જ વિધાર્થીની એક જ વિષયમાં નાપાસ થઈ છે.ગોગદા મહેતાબે નામું અને વાણિજ્ય વ્યવસ્થા બન્ને વિષયોમાં 100 માંથી 100 ગુણ આવેલ છેનવદર્પણ વિદ્યાલય થોરડી શાળાનું શાળાનું આર્ટસ વિભાગ નું પરિણામ 100 ટકા અને કોમર્સ વિભાગનું પરિણામ 98 પરિણામ આવેલ છે.

સત્યનારાયણ વિદ્યાલય સથરાનું 97.39 ટકા સાથે શ્રેષ્ઠ પરિણામ આવેલ છે.સ્કુલમાં ટોપટેનમાં 6 વિદ્યાર્થિનીઓએ સ્થાન મેળવેલ છે.કઠવા ગામથી સથરા સુધી અપડાઉન કરીને અભ્યાસ કરતી અને કોઇપણ ટયુશન વગર અમિષા અભેસંગ વાળાએ 99.54 પરસન્ટાઇલ સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે.તળાજા તાલુકાના પિંગળી ગામની માધવ હાઇસ્કુલનું 97.56 ટકા પરિણામ આવેલ છે.

જેમાં પ્રથમ પરમાર આરાધના,દ્વિતિય નારીગરા શ્રધ્ધા અને તૃતિય હોથ વસીમખાન આવેલ છે.ઉમરાળા તાલુકાના પરવાળા ગામમાં આવેલી સંસ્કાર ભારતી ઉચ્ચતર માધ્યમિક શાળાનું 97.05 ટકા પરિણામ આવેલ છે.શાળાના કુલ 34 વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલ છે.ઝળહળતું પરિણામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...