આરોગ્ય વિશેષ:કોરોના અને લોકડાઉન બાદ મેનોપોઝની તકલીફોમાં વધારો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેનોપોઝમાં યોગ અને પ્રાણાયામ વિશ્વની સૌથી અસરકારક દવા

ઑક્ટોબર મહિનો વિશ્વ મેનોપોઝ માસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ નાં જીવન માં મેનોપોઝ દરમિયાન તેમણે પોતે અને તેમના પરિવાર નાં સભ્યોએ પણ સાચવી લેવાની જરૂર હોય છે. 40 વર્ષ બાદ દરેક મહિલાએ કસરત કરવાની ટેવ પાડવી જરૂરી હોય છે. ગૃહિણીઓએ ઘર કુકડા બની રહેવાની જગ્યાએ લોકોને હળતા મળતા રહેવું જોઈએ. કોરોનાનાં સમયગાળા માં અને ખાસ કરીને લોક ડાઉન થાય બાદ જે મહિલાઓ મેનોપોઝ માંથી પસાર થઈ રહી હોય તેમને માનસિક તાણ માં વધારો થાય છે.

બહાર જવાનો ઘટાડો અને હોર્મોન માં ફેરફાર નાં લીધે વજન પણ ખૂબ વધી જાય છે ત્યારે જો એક્ટિવ રહેવામાં ન આવે તો શારીરિક અને માનસિક તાણ નાં પરિણામે મહિલાઓ અજુગતું પણ કરી બેસતી હોય છે.મહિલાઓ નાં જીવન માં આવતો 45 વર્ષથી લઈને 55 વર્ષ સુધીનો સમયગાળો મહિલાઓની ફળદ્રુપતા નો અંત ગણવામાં આવે છે.અત્યારે ગૃહિણીઓ ઘરની બહાર નીકળીને સગાઓને મળતી નથી ત્યારે બેઠાડું જીવન, વજન વધવાની તીવ્રતામાં વધારો કરે છે.

સ્ત્રીઓ વાતચીત ન કરી શકવાના લીધે પણ ધીરે ધીરે તાણ નો અનુભવ કરવા લાગે છે. આ સમયમાં ગભરામણ , ધબકારા વધી જવા અને રાત્રે ઉંઘ ન આવવી સામાન્ય બની જાય છે. સોશીયલ ડિસ્ટન્સનાં લીધે આ તમામ લક્ષણોમાં વધારો થતો જાય છે. ત્યારે પતિ અને ઘરના બીજા સભ્યોનો પણ લાગણીશીલ સથવારો આપવો ખૂબ કીમતી બની જાય છે.

શારીરિક-માનસિક શાંતિ માટે હંમેશા એક્ટિવ રહેવું જોઈએ
બહાર ન પણ નીકળતા હોય તો ઘરે રહીને યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. યોગ અને પ્રાણાયામ, મેનોપોઝ માટે વિશ્વની ખૂબ દવાઓમાંથી એક ગણવામાં આવે છે. ફાયટોઈસ્ટ્રોજન મળે તેવા ખોરાક જેમકે સોયાબીન, બ્રોકોલી, પાલક, નારંગી અને મોસંબી ખાસ ખાવી જોઈએ. રાત્રે સારી ઊંઘ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને વિડિયો કોલ થી પણ વાત થઈ શકે તો સગા વહાલા અને મિત્રો સાથે વાતચીત કરવી જોઈએ. - ડો.અલ્પા ચાવડા, સ્ત્રીરોગ નિષ્ણાંત, મધુદીપ આઈવીએપ શેન્ટર, ભાવનગર

કયા પ્રકારના યોગ અને પ્રાણાયામ સૌથી મદદરૂપ
કોઈપણ રોગ માટે યોગ અકસીર છે. અનુલોમ - વિલોમ એવી કસરતો માંથી એક છે જે તમામ પ્રકારના રોગ માં મદદરૂપ થાય છે. સ્ત્રીઓના દરેક શારીરિક પ્રશ્નો નાં હલ માટે 15 થી 20 મિનિટ અનુલોમ વિલોમ કરવું જોઈએ. મેનોપોઝમાં અને ઘરે રહેવાથી પેટ પર ચરબી નો વધારો થયો હોય તો કપાલભાતિ ક્રિયા કરી શકાય. શહેરમાં કોરોનામાં હદયની તકલીફ વાળી મહિલાઓ ને આ ન કરવાનું કહેવામાં આવે છે. - જાનવી મહેતા, યોગ નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...