તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:મહુવા હનુમંત હોસ્પિટલમાં વેન્ટીલેટરની સુવિધા વધારો

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીમાં થયો વધારો

કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી તેમ તાજેતરમાં આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવેલ હતું. તો શું રાજ્યના લોકોને ભગવાન ભરોષે છોડવાના છે? તેવો પ્રશ્ન મહુવાની જનતામાં પુછાય રહ્યોં છે કારણકે છેલ્લા થોડા દિવસમાં મહુવામાં 7 થઈ 8 વ્યક્તિઓ કોરોનાના કારણે મોતને ભેટયા છે. સરકારે મહુવાની હનુમંત હોસ્પિટલમાં 30 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી ઉત્તમ સુવિદ્યા લોકોને આપવા પ્રયત્ન કરેલ છે. આ 30 બેડ પૈકી 8 બેડ ઓક્સિઝનની સુવિદ્યાવાળા 1 વેન્ટિલેટર(ICU)વાળા છે. આથી ક્રિટિકલ પોઝિશન ધરાવતા વેન્ટિલેટરની જરૂરિયાતવાળા બીજા દર્દી આવે તો અન્ય શહેર ભાવનગર કે અમદાવાદ રીફર થતા હોય છે.

જે દર્દી મુકામે પહોંચે તે પહેલાં કે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યાના બનાવો બનતા હોય ભાવનગર ખાતે વેન્ટિલેટર પ્રાપ્ત હોય તેને મહુવાની કોવિડ હોસ્પિટલને ફાળવવામાં આવે અથવા મહુવાની સબ ડિવિઝનલ જનરલ હોસ્પિટલને ફાળવી ત્યાં આગળ કોવિડ ક્રિટિકલ પોઝિશન ધરાવતા વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દી માટે ઇન્જેકશન સાથેની વિશેષ સુવિદ્યા ઉભી કરવા માંગ ઉભી થવા પામી છે. જેથી વેન્ટિલેટરની જરૂરિયાતવાળા રીફર થવાથી બચે અને ઘર આગણે સમયસરની સારવારથી મહામૂલી માનવ જીંદગી બચી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો