ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ કાલે ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ગત વર્ષે કોરોના કાળ હોય ગત વર્ષે રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતુ અને સૌ કોઇ વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે ટકાવારી અપાઇ હતી.
ત્યારે 2020ના વર્ષમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લઇ પરિણામ અપાયેલું તેની સાથે તુલના કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે 61થી વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 13874 છે. ઇ.સ. 2020ના વર્ષમાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓની સંખ્યા 8219 હતી. આમ, ભાવનગરમાં ધો.10માં પ્રથમ વર્ગ કે તેનાથી વધુ ટકાવારી સાથે પાસ થનારા ગુણવત્તાધારી વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
2020ના પરિણામ મુજબ કુલ 8219 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી હતી. જ્યારે આ વર્ષે 2022માં લેવાયેલી પરીક્ષામાં કુલ 13874 વિદ્યાર્થીઓને બી-2થી લઇને એ-1 ગ્રેડ એટલે કે 61 ટકાથી વધુ ટકાવારી આવી છે. 2020ના વર્ષની તુલનામાં આ વર્ષે ધો.10માં ભાવનગર જિલ્લામાં 61 ટકાથી વધુ ટકાવારી મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યામાં 5655નો જબ્બર વધારો નોંધાયો છે.જે ટકાવારીની દ્રષ્ટિએ 68.80 ટકા વધુ છે.
ગત વર્ષની તુલનામાં આ વર્ષે તેજસ્વી છાત્રો | |||
ગ્રેડ | 2022 | 2021 | વધઘટ |
એ-1 | 814 | 115 | 699 |
એ-2 | 2928 | 1074 | 1854 |
બી-1 | 4425 | 2530 | 1895 |
બી-2 | 5707 | 4500 | 1207 |
કુલ | 13874 | 8219 | 5655 |
91 ટકાથી વધુ ટકા મેળવનાર વધ્યા
2020ના વર્ષમાં એ-1 ગ્રેડધારકની સંખ્યા 115 હતી તે આ વર્ષે વધીને 814 થઇ ગઇ છે આમ, ટકાવારીની દ્રષ્ટિએ ઇ.સ.2020ની તુલનામાં આ વર્ષે A1 ગ્રેડ મેળવનારની સંખ્યામાં 707 ટકાનો વધારો થયો છે.
પરિણામમાં રાજ્યમાં ભાવનગરનો 5મો ક્રમ | |
જિલ્લો | ટકાવારી |
સુરત | 75.64 ટકા |
મોરબી | 78.79 ટકા |
રાજકોટ | 72.86 ટકા |
સુરેન્દ્રનગર | 70.79 ટકા |
જામનગર | 69.68 ટકા |
ડાંગ-આહવા | 68.59 ટકા |
અમરેલી | 68.26 ટકા |
ગીર સોમનાથ | 68.11 ટકા |
અરવલ્લી | 68.11 ટકા |
બોટાદ | 67.61 ટકા |
ભાવનગર | 67.58 ટકા |
કોમર્સમાં ક્રેઝ જળવાઈ રહેશે
અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ ધો.11માં કોમર્સ વિદ્યાશાખામાં જવા માટેનો ક્રેઝ જળવાઇ રહેશે. જ્યારે આર્ટસમાં પણ સંખ્યા વધશે. જ્યારે ગણિત સ્ટાન્ડર્ડમાં ઓછા પાસ થયા હોય ધો.11 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નહીં થાય તેવુ઼ ગણિત મંડાઇ રહ્યું છે. આ વખતે ધો.11 સામાન્ય પ્રવાહમાં જવા માટે ફીમાં પણ વધારો કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.