વાવેતર:ભાવનગરમાં એક મહિનામાં શિયાળુ વાવેતરમાં 52,900 હેકટરનો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષની તુલનામાં વાવેતરમાં 30,200 હેકટરનો ઘટાડો
  • એક માસ પૂર્વે જિલ્લામાં રવિ પાકનું કુલ વાવેતર 60,500 હેકટર હતું તે હવે વધીને 1,13,400 હેકટર થઇ ગયુ

શિયાળાની ઠંડીનો આરંભ થયાને ગોહિલવાડ પંથકમાં એકાદ માસ થવા આવ્યો છે ત્યારે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. આ એક માસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 52,900 હેકટરનો વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું કુલ વાવેતર 1,13,400 હેક્ટરને આંબી ગયું છે.

જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતા ડુંગળીનું 31,100 હેક્ટરમાં થયું છે. ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 68,600 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 31,100 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરના 45.34 ટકા વાવેતર ભાવનગરમાં થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકનું કુલ વાવેતર 1,43,600 હેકટર થયેલું તે આ વર્ષે ઘટીને 1,13,400 થતા આ વર્ષે રવિ પાકમાં 30,200 હેકટરનો ઘટાડો થયો છે.

ગત સપ્તાહ સુધીમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર વધીને 1,08,000 હેકટરમાં થયું હતુ. તે આ સપ્તાહે વધીને 1,13,400 હેક્ટર થઇ ગયું છે. ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે. ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જેમાં હવે ગુજરાતભરમાં ડુંગળીનું કુલ વાવેતર 68,600 હેકટરમાં થયું છે તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 31,100 હેકટરમાં વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...