વિશેષ:આંખની સાથે કાન, નાક, ગળાના દર્દીઓની સંખ્યામાં વધારો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિને ENTના સરેરાશ 400 દર્દી આવતા તે વધીને 739 થયા
  • કાન અને નાકમાં​​​​​​​ બેદરકારીથી ગમે તે વસ્તુ નાખવાને કારણે તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો

હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે આવતા દર્દીઓનો આંકડો જોતા કહી શકાય કે આંખ ઉપરાંત કાન, નાક, ગળાની સમસ્યા સાથેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને અન્ય કારણોસર ઓપીડીમાં આંખના રોગ ધરાવતા દર્દીઓની સંખ્યા તો સૌથી વધુ હોય છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં ENT માટે આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેરના વિદ્યાનગરમાં આવેલી પી.એન.આર. હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 500થી વધુ દર્દીઓ આંખની તપાસ અને સારવાર માટે આવ્યા હતાં, તો કાન નાક ગળા એટલે કે ENT ની સમસ્યા સાથે પણ પ્રત્યેક મહિને સરેરાશ 400 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં તબીબોની મુલાકાત લઈ ચુક્યા છે. છેલ્લા કેટલાક સમયથી કાન નાક ગળાની તકલીફો વધી છે.

ગત વર્ષે જેટલા દર્દીઓ આવતા હતાં, તેની કરતા આવા દર્દીઓની સંખ્યામાં વધારો જોઈ શકાય છે. આંખની સારવાર અને નિદાનના નિષ્ણાંત તબીબોના જણાવ્યા પ્રમાણે આંખની સમસ્યા સામાન્ય રીતે 35 વર્ષ પછીના લોકો વધુ જોવા મળતી, પરંતુ છેલ્લા એક વર્ષમાં નાના બાળકો પણ આવી સમસ્યાથી પિડાતા થયા છે અને તેવા દર્દીઓ ની સંખ્યા વધી છે.

આ માટે મોબાઈલનું વધુ પડતો ઉપયોગ, ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય બાબતો જેવી કે પૂરતી ઊંઘ ન લેવી, તડકાથી આંખનું રક્ષણ ન રાખવું, જેવી બાબતો પણ સામેલ હોવાનું ડૉ. પાયલબેન અરોરા અને ડૉ. રાજેન્દ્ર સિંહ વાઘેલા જણાવે છે. ડિસેમ્બર મહિનામાં જ 880 દર્દીઓ આંખની સારવાર અને નિદાન માટે હોસ્પિટલની સેવાનો લાભ લીધો હતો. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનુક્રમે 700 અને 739 દર્દીઓએ હોસ્પિટલના ENT વિભાગનો લાભ લીધો હતો, જે આંકડો સામાન્ય કરતા ઘણો વધુ છે. હવેના યુગમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને જરૂરી કાળજી લેવામાં બેદરકારીથી આંખને મોટું નુકસાન થતું હોય છે.

આંખ જેટલું જ મહત્વ નાક અને કાનનું છે
કાન નાક ગળામાં સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની પાછળ કાન અને નાકની પૂરી કાળજી ન લેવી અને ગળા બાબતે બેદરકાર રહી તેના પ્રત્યે દુર્લક્ષ રાખવાના કારણો જવાબદાર છે. ખાસ કરીને કાનમાં પાણી જવું અને નાકમાં ગમે તે વસ્તુઓ નાખવી, જેના કારણે ક્યારેક ગંભીર પરિસ્થિતિ અને સમસ્યા સર્જાતી હોય છે, તેમ તેમને જણાવી ઉમેર્યું હતું કે હોળી ઉપર અને શિયાળાની ઠંડીના સમયે કાન અને નાકની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા વધી જતી હોય છે. જેટલું મહત્વ આંખનું છે એટલું જ મહત્વ કાન નાક અને ગળાનું પણ છે તે સમજી આ અવયવોની કાળજી લેવી જરૂરી છે. > ડૉ. અશોક બારૈયા, ઇએનટી નિષ્ણાત

અન્ય સમાચારો પણ છે...