રાહત:ભાવનગરના 17 કુવા, 3 વાવ અને 36 તળાવોની જળસંગ્રહ શક્તિમાં વધારો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની ખારાશને કારણે ક્ષારયુક્ત પાણીથી થતા રોગો ઘટશે

પાણીની સમસ્યાને દેશવટો આપી શહેરના ભુગર્ભ જળના સ્તર હંમેશા ઊંચા રહે તે માટે ભાવનગરના 17 કુવાઓ અને 3 વાવ તથા 36 તળાવોની સંગ્રહ શક્તિ વધારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. કુવા-તળાવ અને વાવ જીવંત રહેતા ક્ષારયુક્ત રોગોમાંથી મુક્તિ મળશે અને ભૂકંપ જેવી કુદરતી હોનારતોની શકયતા પણ ઘટશે. ભાવનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા ભાવનગર શહેરનાં જાહેર સ્થળો પૈકી જ્યાં પાણીનો જથ્થો સારા પ્રમાણમાં એકઠો થાય છે. તેવા વિસ્તારમાં લગભગ-15 જગ્યાએ રિચાર્જ ટેંક જેવા સ્ટ્રક્ચર બનાવ્યાં છે.

17 કુવાઓ પૈકી 10 કુવાઓ વરસાદના પાણીથી રીચાર્જ થઈ રહ્યા છે.ભાવનગર તથા આસપાસનાં જે 36 વોટરબોડી છે. તેમાંથી તળીયે માટી ખોદી. ડિસીલ્ટીંગ કામ કરી તળાવની કેપેસીટી પૂર્ણ કરવાના કામો સુજલામ સુફલામ યોજના તથા લોકભાગીદારી અન્વયે હાથ ધરાયા જેથી કરીને તમામ વોટરબોડીની પાણી સંગ્રહ શક્તિ વધી જતાં વરસાદી મીઠા પાણીનો જથ્થો સચવાઈ જવા પામ્યો.

જેમાં બોરતળાવ, ખોડીયાર રાજપરા, અકવાડા તળાવ, એરપોર્ટ રોડ, રવેચી તળાવ, રૂવા ગોકુળનગર તળાવ, રૂવા મામા ઓટલા તળાવ, રૂવા ચેકડેમ, રૂવા હજુરીયા તળાવ, તરસમીયા સીમ તળાવ, આસપાસનાં ઘણાં તળાવો, અધેવાડા આસપાસના તળાવો, સીદસર, ફૂલસર ગામનાં તથા આસપાસનાં તળાવો, નારી કરદેજના તળાવો મળી કુલ-36 તળાવોમાંથી તળીયે જમા થયેલી માટીનું ડીસીલ્ટીંગ કામ કરીને વોટરબોડી કેપેસીટી વધારીને પાણીનો સંગ્રહ કરવાનું ભગીરથ કાર્ય વોટરવર્કસ વિભાગ દ્વારા થયું છે.