એજ્યુકેશન:શાળાઓમાં શિક્ષકોને અપાતા માનદવેતનમાં કરાયેલો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિનાના મહત્તમ માનદવેતનની મર્યાદા જાહેર
  • પ્રાથમિકમાં દૈનિક મહત્તમ રૂ. 510, માધ્યમિકમાં રૂ.810 અને ઉચ્ચ. માધ્ય.માં રૂ. 840 આપી શકાશે

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યા નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે માટે પિરિયડ દીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવાની યોજના અમલમાં છે પિરિયડ દીઠ અને દૈનિક માનદવેતનમાં સુધારો કરાયો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જણાવાયું છે કે પ્રાથમિક શિક્ષણમાં એક પિરીયડ દીઠ માનદ વેતન રૂપિયા 85 અને મહત્તમ દૈનિક છ પિરિયડના રૂપિયા 510, માધ્યમિક કક્ષાએ પિરિયડ દીઠ માનદવેતન રૂપિયા 135 અને છ પિરિયડના મહત્તમ રૂ 810 તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પિરિયડ દીઠ માનદવેતન રૂપિયા 140 અને દરરોજ છ પિરિયડનું મહત્તમ રૂ 840 લેખે વેતન આપી શકાશે.

પ્રાથમિક શિક્ષણમાં પિરિયડ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક માનદવેતન રૂપિયા 510 રહેશે અને પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદવેતનની મર્યાદા રૂા.10,500થી વધારે નહીં તે જોવાનું રહેશે. જ્યારે માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદવેતનની મર્યાદા રૂા.16,500થી વધે નહીં તે મુજબ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.16,700થી વધે નહીં તે મુજબની રહેશે સેમ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...