નિરસતા:કોરોનાના ટેસ્ટ વધારો; સરકાર હવે કોઈ ટેસ્ટ કરાવતું નથી; તંત્ર

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોગ્ય કેન્દ્રો પર એકલ દોકલ ટેસ્ટ, ટેસ્ટ થાય તો કોરોના બહાર આવે
  • સરકારે કોરોનાના ટેસ્ટ વધારવા પરિપત્ર કર્યો પરંતુ સરકારની સુચનાની ઐસીતેસી

કોરોનાનો કહેર હાલમાં ઓસરી ગયો છે. છેલ્લા બે મહિનાથી તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા વિસ્તારો સંપૂર્ણ કોરોના મુક્ત થયા છે. જ્યારે ભાવનગર શહેરમાં છેલ્લા બે મહિનામાં માત્ર બે કેસ જ નોંધાયા છે. તેની પાછળ પણ કોરોનાનું સંક્રમણ નહીવત થયુ છે પરંતુ કોરોના ટેસ્ટિંગ માટે લોકોમાં પણ જાગૃતિનો અભાવ દેખાય છે. સરકારે પણ RTPCR ટેસ્ટમાં વધારો કરવા સુચના આપી છે પરંતુ આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટ માટે કાગડા ઊડતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં એક કેસ ગઈકાલ બુધવારે અને એક કેસ 17મી એપ્રિલે નોંધાયો હતો.

ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી કોરોના વાયરસના કેસ ઘટી ગયાં છે. જેથી સરકાર અને પ્રજા બન્ને નિશ્ચિંત થઈ ગઈ છે. પરંતુ દિલ્હી સહિતના અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત સરકાર પણ જાગૃત થઈ છે. અને ગત 25મી એપ્રિલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને સંબોધી પરિપત્ર પણ જાહેર કરાયો છે. જેમાં કોરોનાના કેસ વધે નહીં, તેનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે તેમજ દર્દીઓના નિદાન અને સારવાર થઇ શકે તે માટે ટેસ્ટની સંખ્યા વધારવા સુચના આપવામાં આવી છે.

પરંતુ હજુ સુધી શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા નથી. આરોગ્ય કેન્દ્ર પર જો કોઈ સામે ચાલીને આવે તો જ તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના ટેસ્ટિંગ માટે કોઈ અલગથી સુવિધા કે લોકોમાં જાગૃતિ આવે તેવો પણ પ્રયાસ કરવામાં આવતો નથી. જેથી અમુક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ માટે લાંબા સમયથી કાગડા ઊડે છે તો એકલદોકલ કેન્દ્ર પર નજીવી સંખ્યામાં ટેસ્ટિંગ થાય છે. ગઇકાલ તા.4 ના રોજ 14 કેન્દ્રો પર માત્ર 19 ટેસ્ટિંગ થયા છે અને તે પણ માત્ર 3 કેન્દ્રમાં જ કરાયા છે. બોરતળાવમાં 1, ભરતનગરમાં 15 અને ભીલવાડામાં 3 ટેસ્ટિંગ થયા છે.

કોરોના ટેસ્ટ શરૂ છે, પ્રજા જાગૃત નથી
કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના ટેસ્ટિંગ કરવાની કામગીરી શરૂ જ છે. પરંતુ લોકો ટેસ્ટ કરાવવા માટે કેન્દ્ર પર આવતા નથી જેથી ટેસ્ટિંગ વધારવું મુશ્કેલ છે. - ડો.આર.કે.સિન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી

ટેસ્ટની કામગીરી નબળી : આરોગ્ય સચિવ
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવા "ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ'ના સિધ્ધાંતથી કાર્યવાહી કરવામાં આવે છે. દર્દીઓના ત્વરિત નિદાન સારવાર થઈ શકે તે માટે ટેસ્ટ વધારવા જરૂરી છે. પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં આઈ.એલ.આઇ. અને SARI ના લક્ષણો તેમજ અન્ય કોરોનાના લગતા લક્ષણો ધરાવતા તમામને કોરોના અંગેના ટેસ્ટિંગ કરવામાં આવે તેના પર આરોગ્ય સચિવે ભાર મુકી જિલ્લા અને કોર્પોરેશનના ટેસ્ટની કામગીરી નબળી જોવા મળવા સાથે તે બાબત ગંભીર હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...