તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયગાળો:21 જૂન સુધી રોજ દિવસે 1 મિનિટ 20 સેકંડનો વધારો

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ મહિના સુધી સતત વધારો થતો રહેશે
 • હવાની દિશા પશ્ચિમમાંથી દક્ષિણ પશ્ચિમ થવાથી ગરમી વધશે, 21 જૂન વર્ષની સૌથી લાંબો દિવસ

સમગ્ર ઉત્તર ગોળાર્ધ નાં દેશોમાં સૂર્ય અને પૃથ્વી ની પરિસ્થતિ અને જગ્યાને લીધે દિવસ નો સમયગાળો લાંબો થવાની ઘટના બનતી હોય છે. તા.21 માર્ચથી સૂર્ય ભૂમધ્ય રેખા સુધી પહોંચવાના લીધે હવેથી દિવસ નાં સમયગાળા માં અંદાજે 1 મિનિટ 20 સેકંડ નો વધારો થતો રહેશે. અમુક દિવસોમાં આ વધારામાં થોડી ઘણી સેકન્ડ ઉપર નીચે પણ થતી હોય છે. તા. 21 જૂન સુધી આ ખગોળીય ઘટના ની અસર જણાતી રહેશે.

ભારત ઉત્તરીય પૂર્વ ગોળાર્ધ માં આવેલો દેશ છે. જેમાં તા. 21 માર્ચ નાં રોજ સવાર અને સાંજ નો સમય એક સરખો હતો અને ત્યારબાદ ફેરફાર આવવાના શરૂ થાય છે. સૂર્ય નાં ઉત્તર ગોળાર્ધ તરફ જવાના લીધે હવાની દિશા પણ બદલાય છે અને એ તરફ નાં તમામ દેશોમાં દિવસ ની અવધિ વધવા લાગે છે. હવાની દિશા પશ્ચિમ માંથી બદલાઈને દક્ષિણ પશ્ચિમ થવાથી ઠંડી હવાની બદલે ગરમ હવા લાગે છે.

આ કારણોસર ગરમી માં પણ વધારો થવા લાગે છે. 3 મહિના સુધી સતત આ પ્રક્રિયા શરૂ રહેશે. હાલમાં દિવસ નું તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ ની એવરેજ વચ્ચે અનુભવાતું હોય છે.

દર વર્ષે આ ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન દરરોજ દિવસના ભાગના સમયે એક મિનીટ અને 20 સેકન્ડનો વધારો થતો જાય છે અને તેના અંતે 21 જૂને સૌથી લાંબો દિવસ અને સૌથી ટુંકી રાત આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો