તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:જોગર્સ પાર્કની અધુરાઈ બની અઘોચર, તખ્તેશ્વર રેલ્વે સ્ટેશનથી શરૂ થતા જોગર્સપાર્કમાં એક તરફ અધુરૂ કામ છોડી બીજા છેડે શરૂ કર્યુ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવા બે કરોડના ખર્ચે બની રહેલા જોગર્સ પાર્કમાં કામ ખોરંભે ચડી જતા ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા

ભાવનગર મહાનગરપાલિકા હાલમાં બ્યુટીફિકેશન પાછળ લખ લુટ ખર્ચ કરે છે. જેમાં આઠ મહિના પૂર્વે તખ્તેશ્વર રેલ્વે સ્ટેશન થી વનિતા આશ્રમ સુધી રેલ્વે પાસેથી જગ્યા મેળવી રૂ.1.92 કરોડના ખર્ચે જોગર્સ પાર્ક બનાવવાનો વર્ક ઓર્ડર આપી દીધો અને કામ પણ શરૂ કર્યું પરંતુ છેલ્લા ઘણાં સમયથી જોગર્સ પાર્કનું કામ ખોરંભે ચડ્યું છે. જેથી હાલમાં અધુરો પાર્ક ઉજ્જડ બની ગયો છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં છેલ્લા થોડા વર્ષોમાં જ ઘણાં જોગર્સ પાર્ક બનાવ્યા. આરોગ્ય માટે લોકો તેને સદઉપયોગ પણ કરી રહ્યા છે.

થોડા સમય પૂર્વે તખ્તેશ્વર રેલ્વે સ્ટેશન થી ક્રેસંટ નજીક વનીતા આશ્રમ સુધીની રેલ્વેની દબાણ થયેલી અને આવારા તત્વોનો અડ્ડો બનેલી જગ્યા કોર્પોરેશને જોગર્સ પાર્ક માટે માગી હતી. અનેક રજૂઆતો અને પ્રજાના પ્રતિનિધિઓની દરમિયાનગીરી થી રેલ્વે દ્વારા આપી હતી. જેથી ગત જાન્યુઆરી મહિનામાં રૂ.1,92,38,443 નો ખર્ચ મંજૂર કર્યો હતો અને 18મી જાન્યુઆરીના રોજ વર્ક ઓર્ડર પણ અપાયો છે. એજન્સી દ્વારા કામ શરૂ પણ કરવામાં આવ્યું પરંતુ કમ્પાઉન્ડ વોલ અને જાળીઓ નાખી વચ્ચે ઇલેક્ટ્રિક પોલ પણ ઉભા કર્યા.

શરૂઆતના ભાગમાં પેવિંગ બ્લોક નાખ્યા ત્યાં એન કેન પ્રકારે કામ અટક્યું હતું. તખ્તેશ્વર પોલીસ સ્ટેશન પાસેથી જોગર્સ પાર્ક અાગળ વધતા અડધામાં બ્લોક નાખ્યા ત્યારબાદ છેલ્લા ઘણાં સમયથી કામ ખોરંભે ચડતા હાલમાં જોગર્સ પાર્કમાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે અને રાત્રે અંધકારમાં પણ આવારા તત્વો અડ્ડો જમાવી બેઠા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે કોર્પો. દ્વારા તાત્કાલિક જોગર્સ પાર્કનું કામ કરાય તે હિતાવહ છે.

વર્ક ઓર્ડર છતાં રૂ.44.76 લાખનો ખર્ચ વધારો
કોઇ પણ કામ માટે કોર્પોરેશને તમામ વિગતો જાણ્યા બાદ જ રકમ નક્કી કરી ટેન્ડર બહાર પાડ્યું હોય અને જે કોઈ એજન્સીને સ્થળ સ્થિતિ જોયા બાદ પોતાને જે ભાવે પોસાય તે ભાવે કામ રાખ્યું હોય. છતાં તખ્તેશ્વર રેલ્વે સ્ટેશન થી વનિતા આશ્રમ સુધી જોગર્સ પાર્ક બનાવવા રૂ.1.92 કરોડનો વર્ક ઓર્ડર અ‍ાપ્યા બાદ કમ્પાઉન્ડ વોલ, આર.સી.સી. કોલમ, વધુ ઉંચાઈ અાવતી હોવાથી રૂ.44.76 લાખનો વધારાના ખર્ચની માગણી એજન્સીએ કરી હતી. જેને પણ ગત 14મી જુલાઇએ મંજૂરી આપી દીધી છે છતાં કામમાં ગતિ આવતી નથી.

ક્રેસંટ પાસેથી શરૂ, અન્યમાં ગતિ લાવવા સુચના અપાશે
જોગર્સ પાર્કના કામમાં હાલમાં ક્રેસંટ પાસેથી શરૂ કરાયું છે. પેવિંગનુ કામ ઘણું ખરૂ પુરૂ થઈ ગયું છે. અન્ય અધુરા કામ માટે ઝડપી કરવા સુચના અાપવામાં આવશે. > બી.એમ. અડવાણી, કાર્યપાલક ઈજનેર બિલ્ડીંગ

અન્ય સમાચારો પણ છે...