તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીકા દહન:ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક રીતે છાણા અને લાકડા, પતંગથી શણગારવામાં આવેલી હોળીકા દહન કરવામાં આવી

ભાવનગરએક મહિનો પહેલા
 • સરકારે જાહેરમાં ધૂળેટી મનાવવા પર રોક લગાવી છે

ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી દહન કરી ઠેર ઠેર આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે હોળીના તહેવારની અને આવતીકાલે સોમવારે રંગોત્સવના પર્વ ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે.

ભાવનગર શહેર જિલ્લામાં આજે રવિવારની સાંજે શુભ મુર્હુતમાં હોળીકા દહન કરવામાં આવી હતી. હોળીકા ઉનાળાનું મુખ ગણાવવામાં આવે છે. તેમજ હોળીની જાળ મુજબ વરસાદની આગાહી પણ થઈ શકે છે. હોળીકા દહન આસ્થાનું પ્રતિક સમાન છે. ત્યારે મંગળવારે ભાવેણાવાસીઓ ધુળેટી એટલે કે રંગ પર્વની ઉજવણી કરશે. ભાવનગરનાં રહેવાસીઓએ રંગપર્વની ઉજવણી માટે ગુલાલ પીચકારીની ખરીદી કરી લીધી છે.

ધૂળેટીનો તહેવાર ઉજવવા બાળકો અને યુવાનો ઉત્સાહીત

હોળી - ધૂળેટીનો તહેવાર ઉજવવા બાળકો અને યુવાનો સહીત તમામ લોકો ઉત્સાહીત છે. પરંતુ વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિનાં કારણે સરકાર દ્વારા ઉજવણી ઉપર અનેક પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવ્યા છે. તેની સામે કેટલીક છુટછાટો પણ આપવામાં આવી છે. જેમાં હોળી પ્રગ્ટાવી શકાશે પરંતુ ટોળા એકત્ર નહીં કરવા દેવામાં આવે અને જાહેરમાં ધૂળેટી પણ મનાવવા ઉપર રોક લગાવાઇ છે. ત્યારે હોળીનાં તહેવાર નિમિત્તે બજારમાં ધાણી, દાળીયા, ખજુર, પતાસાના હાર અને અવનવી ડિઝાઇન વાળી રંગબેરંગી પીચકારીઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે અને લોકો તેની ખરીદી કરી રહ્યા છે.

ભાવનગર શહેર જિલ્લામાં રવિવારે હોળીનાં પર્વે સાંજે માંગલીક મુર્હુતમાં ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં કલાત્મક રીતે છાણા અને લાકડા, પતંગ સહિત કલાત્મક ચીજવસ્તુઓથી શણગારવામાં આવેલી હોળીનું દહન કરવામાં આવ્યું છે. આ હોળીકા દહનનાં ભારતીય પરંપરા અને હિન્દુ સંસ્કૃતિમાં આગવુ મહત્વ ધરાવે છે. અગ્ની રોગરક્ષિકા શક્તિ છે. તેમજ નવદંપત્તિઓ દ્વારા હોલીકાનું પૂજન પણ કરવામાં આવે છે. તદ્‌ઉપરાંત હોળીની જાળ મુજબ વરસાદનો વરતારો નક્કી થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો