તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • In Valabhipur Municipality, The Matter Of Verification Of Forms Was Heated, In Mahuva, All Three Together Canceled 15 Nomination Papers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલભીપુર પાલિકામાં ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો મામલો ગરમાયો, મહુવામાં ત્રણેય મળીને ચૂંટણીના 15 ઉમેદવારીપત્રો રદ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

વલભીપુર તાલુકાની 6-ચમારડી જિલ્લા પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયતની ચમારડી, દરેડ, હળીયાદ, જુનારામપુર,-જુના રતનપુર, લાખણકા, મેલાણા,પચ્છેગામ અને પાટણા હેઠળ આવતી તાલુકા પંચાયતની કાનપુર, લુણધરા, -મોણપુર, નશીતપુર,-નવાગામ(ગા), પાટણા,1 તથા પાટણા,2,રતનપુર(ગા) મળી તાલુકા પંચાયતનાં તમામ 36 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. જયારે નગરપાલીકામાં વોર્ડ નંબર-6માં કોંગ્રેસનાં ઉમેદવાર વિનુભાઇ વઘાસીયાએ ચુંટણી ફોર્મની અંદર ભાગ નંબર-8 ની અંદર ગુન્હાહીત માહિતી પુરી પાડવાની હોય છે તેમ છતાં તેની અંદર ઉમેદવાર સામે હાલ કોર્ટ કેસ પેન્ડીંગ હોવા છતાં ફોર્મમાં માહિતી નહીં આપવા બદલ તેમના હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીનાં રાજેશભાઇ બાબુભાઇ વઘાસીયાએ ચુંટણી અધિકારીને લેખીત વાંધા અરજી આપતા માહોલ ગરમાયો હતો જો કે આખરે વિવાદ ઉકેલાયો છે અને ફોર્મ માન્ય રહયું હતું.

મહુવામાં નગરપાલિકાની 36 સીટ સામે 82 ઉમેદવાર પૈકી 1 ઉમેદવારી પત્ર રદ થતા હવે 81 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.તાલુકા પંચાયતની 34 સીટ સામે 125 ઉમેદવારો પૈકી 11 ઉમેદવારી પત્રો રદ થતા 114 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે અને જીલ્લા પંચાયતની 8 સીટમાં 36 ઉમેદવાર પૈકી 3 ઉમેદવારી પત્રો રદ થતા હવે 33 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

તળાજા તાલુકાની જિ.પં.માટે 24 ઉમેદવારો મેદાનમાં
ભાવનગર જીલ્લા પંચાયતની ચુંટણીમાં તળાજા તાલુકાની કુલ 8 બેઠકો માટે આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્રકો પાછા ખેંચાયાની અવધી બાદ 24 ઉમેદવારો મેદાનમાં રહયા છે.તળાજાની જીલ્લા પંચાયતની આઠેય બેઠકોમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે હરિફાઇ હોવાનું મનાઇ રહયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો