ક્રાઇમ:મહુવા તાલુકાના ઉગલવાણ ગામે જુની અદાવતે મામાએ ભાણેજની હત્યા કરી

મહુવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આડા સંંબંધ બાબતે મામાને ભાણીયા પર શક હોય કર્યો જીવલેણ હુમલો
  • કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરીને સંજયભાઇને ગંભીર ઇજા કરેલી

મહુવા તાલુકાના ઉગલવાણ ગામે ગઇ રાત્રીના સંજય રાઠોડ ઉ.વ.30 ને તેના મામા સહિત અન્ય વ્યક્તિઓએ ગંભીર હુમલો કરી મોત નીપજાવેલ છે. બનાવની પ્રાથમિક વિગત એવા પ્રકારની જાણવા મળેલ છે કે સંજયના મામા સાથે જુની અદાવતના કારણે તેના મામા અને અન્ય વ્યક્તિઓએ તેમની ઉપર ગઇ રાત્રીના તિક્ષ્ણ હથિયારો થી જીવલેણ હુમલો કરતા સંજયભાઇ વલ્લભભાઇ રાઠોડને હાથે, પગે અને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ. જયાથી તેને વધુ સારવાર્થે ભાવનગર ખસેડતા રસ્તામાં સંજયનુ મૃત્યુ થતા તેણે ફરી પોસ્ટમોર્ટમ માટે મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ.

જ્યા ફરજપરના તબીબી ડોક્ટરોએ પી.એમ. કરી લાશને તેમના સબંધીઓને સુપ્રત કરેલ. આ બનાવ અંગે ખુંટવડા પોલીસ સ્ટેશનમાં 302 ની કલમ નીચે ગુન્હો નોંધાતા ખુંટવડા પોલીસ અધિકારીઓએ 3 વ્યક્તિઓની અટક કરેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવમાં સગા મામાએ ભાણીયાના મિત્રને મહિલા સાથે આડા સંબંધ હોય અને તે મિત્રને મદદગારી કરતો હોય તેની દાઝે હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...