• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Two Incidents In Bhavnagar City District, 108 Bottles Of Liquor Were Seized, A Complaint Was Lodged With Ghogharod And Gariadhar Police

કાર્યવાહી:ભાવનગર શહેર જિલ્લામાં બે બનાવોમાં 108 બોટલ દારૂ ઝડપાયો, ઘોઘારોડ અને ગારિયાધાર પોલીસમાં ફરિયાદ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુભાષનગર શ્રીરામ ટેનામેન્ટના ડેલાની સામે જ્યારે ફાચરિયા ગામેથી દારૂની બોટલ ઝડપાઈ

શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં બે બનાનોમાં પોલીસે કુલ 108 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી ગારિયાધાર અને ઘોઘારોડ પોલીસ મથકમાં કુલ 3 ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે. સુભાષનગર ભગવાનેશ્વર મંદિરના સામેના ખાંચામાં આવેલા શ્રીરામ ટેનામેન્ટના ડેલાની સામે બહારથી લાવેલો વિદેશી દારૂનો જથ્થો રીક્ષામાં પડ્યો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા તે સ્થળ‌ે જીજે-04-એયુ-3294 નંબરની રિક્ષા તપાસતા રિક્ષાની પાછળની સીટ વચ્ચે પડેલા બોક્સમાંથી વિદેશી દારૂની કુલ 72 બોટલ મળી આવી હતી.

આ દારૂનો જથ્થો હર્ષદ ડાભી (રહે. હાદાનગર)નો હોવાનું જાણવા મળતા ઉક્ત હર્ષદ ડાભી વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં ગારિયાધારના ફાચરિયા ગામથી ગારિયાધાર તરફ બાઈક પર આવી રહેલા મોશીન રહીમભાઈ બેલીમ (રહે. નાના રાજકોટ, તા. મોટા લીલીયા, જી. અમરેલી)એ બાઈકની પાછળ બાંધેલા પ્લાસ્ટીકના કંતાનના થેલામાંથી વિદેશી દારૂની કુલ 36 બોટલો મળી આવી હતી.

આ દારૂનો જથ્થો તે જયરાજ ઉર્ફે જહમત અનકભાઈ ખુમાણ (રહે. નાના રાજકોટ) પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા ગારિયાધાર પોલીસે ઉક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...