તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મ્યુ.સ્ટેન્ડીંગમાં ટેન્ડર લાવવાના ખોટા નિર્ણયમાં અંતે પારોઠના પગલા ભર્યા

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડરીંગ પૂર્વે સ્ટેન્ડીંગમાં લાવવાના નિર્ણય થયા બાદ વિકાસ પર થઇ વિપરીત અસર, સ્ટેન્ડીંગમાં સ્વીકાર, અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરી ટેન્ડરનું બંધન દૂર કર્યું : હવે માત્ર હકીકત જાહેર થશે

વાર્યા ના વળે તે પછડાટ ખાઈને જ પાછા ફરે..તેવું જ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીનું થયું. એકલ દોકલના આગ્રહને વશ થઈ વિકાસ કામોના ટેન્ડરીંગ કરતા પૂર્વે પરામર્શ માટે સ્ટેન્ડીંગ કમિટીમાં આવે અને ત્યારબાદ ટેન્ડર બહાર પાડવાના કરેલા ઠરાવને કારણે વિકાસ કામોમાં વિલંબ થાય જેથી વિકાસ પર વિપરીત અસર થતી હોવાનું આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં સ્વીકાર્યું હતું.

અને ટેન્ડરના પરામર્શ માટે સ્ટેન્ડીંગમાં નહીં અાવી ચેરમેને નિમેલ‍ા બે સભ્યો ફટાફટ તપાસ કરી ચેરમેનની મંજૂરી સાથે ટેન્ડર બહાર પાડી માત્ર હકીકત જાહેર કરવા જ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરવાનો અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કર્યો હતો.મહાનગરપાલિકાની 29મી મેના રોજ મળેલી સાધારણ સભામાં શાસક પક્ષ દ્વારા વિકાસને અવરોધતો વિવાદાસ્પદ નિર્ણય કર્યો હતો. જેમાં કોંગ્રેસનો વિરોધ લઘુમતીને કારણે નિરર્થક રહેતા બહુમતીના જોરે શાસક દ્વારા વિકાસ કામો સહિતના તમામ કાર્યોના ટેન્ડર કરતા પૂર્વે સ્ટેન્ડીંગ કમિટી પાસે પરામર્શ કર્યા બાદ જ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવાનો ઠરાવ કર્યો હતો.

તત્કાલીન સમયે દિવ્યભાસ્કર સૌરાષ્ટ સમાચારમાં વિકાસ કામોને અવરોધતા ઠરાવની લાલ બત્તી દર્શાવી હતી ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના મોટાભાગના સભ્યોની ટેન્ડરિંગ બાબતની અજ્ઞાનતા પણ છતી કરી હતી. તેમ છતાં ખોટા નિર્ણયને વળગી રહ્યા હતા. અંતે સંગઠન અને પ્રદેશમાંથી પણ ખોટા નિર્ણયને વળગી નહીં રહી પ્રજાના હિતમાં નિર્ણય કરવા દબાણ વધતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની ઝડપ વધે તે હેતુસર ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરી વિકાસ કામોનો ટેન્ડર પરામર્શ માટે સ્ટેન્ડિંગમાં નહિ લાવી ચેરમેન દ્વારા નિયુક્ત બે સભ્યો દ્વારા ટેન્ડર ચકાસી તેની ચેરમેન દ્વારા મંજૂરી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવા તેમજ માત્ર હકીકત જાહેર કરવા જ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

ડ્રેનેજના કામથી પ્રજા પણ કંટાળી છે
કોર્પોરેશનમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ડ્રેનેજના પ્રોજેક્ટ શરૂ છે. પરંતુ મંદ ગતિને કારણે લોકો ભારે હાડમારી ભોગવતા હોવાનું આજે સ્ટેન્ડીંગમાં સભ્યોએ પણ રોષ ઠાલવ્યો હતો. જેથી ચેરમેને પણ કામમાં ઠાગાઠૈયા નહીં કરી ઝડપથી કામ પૂર્ણ કરવા નહીં તો આગામી દિવસોમાં એક્શન લેવાની પણ તંત્રને તાકીદ કરી હતી. તેમજ કંસારા પ્રોજેક્ટમાં પણ ગતિ લાવવા સુચના આપી હતી.

.112 વીઘામાં સોલાર મેગા પ્રોજેક્ટનું આયોજન
નારી ડમ્પિંગ સાઇટ પાસે સરકારી પડતર 100 એકર જમીન પૈકી 45 એકર એટલે કે, 112 વીઘા જમીન જંત્રી ભાવે સરકાર પાસેથી મેળવી તેમાં કન્સલ્ટન્ટ નીમી તે જ જુદી જુદી કંપનીઓ પાસેથી કોર્પોરેશનને વીજ વેચાણમાં મહત્તમ ફાયદો થાય તે રીતેનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...