નિલકંઠ મહાદેવ મંદીરનો પ્રશ્ન:પાલિતાણાના મંદિરમાં પુજાના પ્રશ્ને ઉપવાસ પર બેસેલા સ્વામીના કોઇએ ખબર અંતર ન પુછ્યા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​નિલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિના નેજા હેઠળ ધાર્મિક માગણી ન્યાયહિત માટે ચાલતા ઉપવાસ

પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદીરનો પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે.આ પ્રશ્ને સંતોને કોઇ ગેરસમજણ ઉભી કરાવવામાં આવી રહી છે અથવા તો વર્ષોથી જૈન અને હિન્દુ બંને એક બની કોમી એખલાસથી કાર્ય કરી રહયા છે તેમાં કોઇ અવાંતર હેતુથી ફાટફુટ પડાવાના પ્રયાસ થઇ રહયો છે.આ પ્રશ્ને ઉપવાસ પર બેસેલા સ્વામીના ખબર અંતર લેવાની નિંભર તંત્રએ દરકાર કરી નથી

નિલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિના નેજા હેઠળ ધાર્મિક માગણીની ન્યાયહિત માટે ચાલતા ઉપવાસમાં બેઠેલા પુ. સ્વામી શરણાનદ બાપુના આંદોલનના ઉપવાસની ગંભીરતા લઈ સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના સોં આખાડા પરિષદના સંતો તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા,ભીખાભાઈ બારૈયાએ ઉપવાસ આંદોલનને લઇને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળ્યા હતા આ સાથે સંતો દ્વારા બેઠક યોજાઈ હતી

અને જો માંગ પુરી નહીં થાય તો અનશનમાં સમગ્ર ગુજરાતના સંતો પાલીતાણા આવશે.આ બાબતે સરકાર દ્વારા બે દિવસમાં આ પ્રશ્નને ન્યાય મળશે એવી હાલ ખાત્રી આપી છે. પરંતું નિંભર તંત્ર ઉપવાસ પર બેઠેલા પુ.સ્વામી શરણાનંદબાપુના આંદોલનને છ દિવસ થયા છતાં અને ઉપવાસી બાપુના ખબર અંતર પુછવાની પણ નિંભર તંત્રએ ફુરસદ લીધી નથી જેથી રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...