પેપર સેટર નાપાસ:ધો.6 ની સ્કોલરશિપની પરીક્ષામાં છબરડા,એક સાથે 9 ભૂલથી અનેક વિદ્યાર્થીઓ પરેશાન થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધો.6ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પરીક્ષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત રાજ્યના પ્રાણીના એકના એક સવાલ રિપીટ થયા હતા તો અન્ય છબરડા પણ હતા. - Divya Bhaskar
ધો.6ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની પરીક્ષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત રાજ્યના પ્રાણીના એકના એક સવાલ રિપીટ થયા હતા તો અન્ય છબરડા પણ હતા.
  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી કસોટીમાં રિપીટ પ્રશ્નો, સવાલ કે જવાબ ખોટા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.6 અને ધો.9 માટે આજે લેવાયેલી પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ખાસ કરીને ધો.6ની પરીક્ષામાં એક નહીં પણ એક સાથે નવ- નવ ભુલો આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા હતા. એકનો એક પ્રશ્ન બે વાર પુછાયો, છાપવામાં ભુલ, બે એક સમાન જવાબ, પ્રશ્ન ખોટો કે જવાબ ખોટો જેવા છબરડાથી પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ પરેશાનીમાંમુકાઇ ગયા હતા. આ પરીક્ષા લેવાનારા જ નપાસ થયા હોય તેવું આ પેપર હતુ.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા જે અગાઉ કોરોનાનેન લીધે પાછી ઠેલાઇ હતી. તે આજે લેવામાં આવી હતી જેમાં બે પેપર લેવામાં આવ્યા હતા તેમાં પેર-1 ભાષા અને સામાન્ય જ્ઞાન તથા બીજુ઼ પેપર ગણિત-વિજ્ઞાનનું હોય છે. જેમાં આજે આ પરીક્ષા બપોરે 12.30થી 3.30 દરમિયાન લેવામાં આવી હતી. જેમાં ધો.6ના પપેરમાં પ્રશ્ન નં.95 અને 195 બન્ને એક સમાન હતા જે સ્ટેચ્યુ ઓફ યુનિટિનો પ્રશ્ન હતો તે 195માં પ્રશ્ન તરીકે પણ રિપીટ થયો હતો.

આ ઉપરાંત પ્રશ્ન નં.80 ગુજરાતનું રાજ્ય પ્રાણીનો પૂછાયેલો તે જ પ્રશ્ન નં.179 તરીકે રિપીટ પુછાયો હતો. પ્રશ્ન નં.198માં છાપકામાં ભુલ હતી. પ્રશ્ન નં.100ના બે એક સરખા જવાબ હતા આવું જ પ્રશ્ન નં.140માં હતુ તેના પણ બે એક સમાન જવાબ હતા. પ્રશ્ન નં.136 પ્રશ્ન જ ખોટો હતો સાચો જવાબ છપાયો નથી. પ્રશ્ન નં.64 પણ ખોટો પ્રશ્ન હતો અને સાચો જવાબ છપાયેલો નથી.

આમ, રાજ્ય બોર્ડ દ્વારા આજે લેવાયેલી ધો.6ની પરીક્ષામાં પ્રશ્નોમાં 9 છબરડા જોવા મળતા વિદ્યાર્થીઓ પરેશાનીમાં અને વાલીઓ દ્વિધામાં મુકાઇ ગયા છે. હવે રાજ્ય પરીક્ષા બોર્ડે આ અંગે પુન: વિચારણા કરવી જરૂરી છે. જેથી િવદ્યાર્થીઓને આ મામલે અન્યાય ન થાય.

અન્ય સમાચારો પણ છે...