તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારો પ્રતિસાદ:બીજી લહેરમાં પ્રથમ લહેર કરતા ST ડેપોની આવક બે ગણી થઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં એસ.ટી. ની 61 રૂટની ટ્રીપ શરૂ, લાંબા રૂટની બસોને ટૂંકા રૂટની બસો કરતા વધારે મળતો પ્રતિસાદ

ભાવનગર સહિત ગુજરાતભરમાં કોરોના ની પરિસ્થતિ થોડી સામાન્ય થઈ છે અને ભાવનગર માં બીજી લહેર લગભગ ખતમ થઈ ગઈ છે ત્યારે એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા પણ વધી છે અને લાંબા તથા નાના રૂટની બસોને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગયા વર્ષે કોરોના ની પરિસ્થતિ નાં લીધે ભાવનગર ડેપો ની આવક 2 લાખ જેટલી થઈ ગઈ હતી. તે આવક હવે 6.5 થી લઈને 7 લાખ પહોંચી છે. હાલમાં હાલમાં ભાવનગર માં 86 રૂટની બસોમાંથી 61 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ રૂટ પર કોરોના નાં લીધે જે ટ્રાફિક ઘટયો હતો તેમાં દોઢ ગણો વધારો થયો છે.

હાલમાં રોજિંદા 30 હજાર જેટલા મુસાફરો એસ.ટી. ની સુવિધા નો લાભ લઇ રહ્યા છે જે બીજી લહેરમાં 17 હજાર થી પણ ઓછાં હતા. ભાવનગરથી માંડવી, સાપુતારા, અમદાવાદ, દ્વારકા, જામનગર, રાજકોટ સુરત જતી બસો શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એસ.ટી. બસો 75 ટકા ની કેપેસિટી સાથે કામ કરી રહી છે. ઉપરાંત તળાજા, મહુવા, બરવાળા, ભાવનગર, બોટાદ, ગઢડા, પાલીતાણા અને ગારિયાધાર ડેપો પરથી પણ અલગ અલગ રૂટની બસો શરૂ છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે શરૂ થયા બાદ બાકીના રૂટ ની બસો શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...