કલા વિશેષ:શહેરની તરુણીની શોર્ટ ફિલ્મ ઓસ્કારની દોડમાં

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 મિનિટની શોર્ટ ફિલ્મ ટોપ 50 માં સ્થાન પામશે કે નહિ તેનો ડિસેમ્બર માસમાં નિર્ણય
  • ઓગસ્ટમાં બનેલી ઈનોસન્ટ ફ્રેન્ડશિપ શોર્ટ ફિલ્મ ઓસ્કારમાં મોકલાઈ

ભાવનગર માં રહેતી ફક્ત 14 વર્ષ ની તરુણી એ એક એનીમેટેડ શોર્ટ ફિલ્મ બનાવીને ઓસ્કાર માં મોકલી આપી છે. ઓસ્કાર એવોર્ડ માટે આ ફિલ્મ સ્વીકારવામાં પણ આવી ગઈ છે. તા. 21 ડિસેમ્બર નાં રોજ આ ફિલ્મ ને ટોપ 50 માં સ્થાન મળ્યું છે કે નહિ તેનો નિર્ણય આવી જશે. પરંતુ 14 વર્ષની વયે એનિમેશન કરીને ફિલ્મ બનાવવી અને તેને ઓસ્કાર માં મોકલવાનું સપનું જોવું ખરેખર ખૂબ સરાહનીય અને ગૌરવ લેવાની બાબત છે.

વૈજ્યંતી દેવર્ષિ ભાઈ ઓઝા નામની દીકરી હાલમાં જ્ઞાન મંજરી માં ધો. 9 માં અભ્યાસ કરે છે. ગયા વર્ષે તેમના પિતા દ્વારા લેપટોપ મળ્યા બાદ તેમને એનિમેશન અને ગ્રાફિક્સ વગેરે શીખવાનું નક્કી કર્યું છે. તેમને ઓસ્કાર માં ફિલ્મ મોકલાવી હતી તેના માટે તેમને પડેલો સંઘર્ષ ખૂબ પ્રેરણાદાયી છે. તેઓને સૌ પ્રથમ થ્રી ડી માં શોર્ટ ફિલ્મ બનાવવામાં તકલીફ પડ્યા બાદ તેઓએ પોતે ચિત્રકામ નાં માધ્યમ થી પ્રેરણા લઈને ટુ ડી એનિમેશન માં ફિલ્મ બનાવી છે. જે અંદાજે 6 મિનિટ ની છે.

આ ફિલ્મ તૈયાર થયા બાદ તેને ડી.સી.પી. માં રાખવી કે એમ.પી.થ્રી માં મોકલવી તેના માટે પણ ઘણી મહેનત થઈ હતી. ફિલ્મ બનાવ્યા બાદ તેને કોઈ થિયેટર અથવા કોઈ ફિલ્મ ફેસ્ટિવલ માં રિલીઝ કાર્ય બાદ જ તેની એન્ટ્રી ગણવામાં આવે છે. જેને પગલે તેને લી નેબરહુડ થિયેટર માં એક અઠવાડિયા માટે દેખાડવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મ નું નામ છે ઇનોસંટ ફ્રેન્ડશિપ. આ ફિલ્મમાં મનુષ્ય અને કૂતરા વચ્ચેનાં સંબંધોને ખૂબ ઉત્કૃષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે. ગયા ઑક્ટોબર થી શરૂ કરવામાં આવેલ આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બની હતી.

તા.30 સપ્ટેમ્બર સુધીમાં ઓસ્કારની એન્ટ્રી મોકલી આપવાની હોય છે. ત્યાર બાદ તેમની ટીમ દ્વારા પણ ભાવનગરની આ તરુણીની ઓસ્કાર એન્ટ્રી સ્વીકારવામાં આવી છે. તેમના માતા અમી બેન ફિલ્મનાં પ્રોડ્યુસર અને પિતા દેવર્ષિભાઈ ડાયરેકટર છે.

પરિવારનાં સહકાર વિના હું આ ન કરી શકી હોત
મારા માતા અને પિતા દ્વારા મને ખૂબ સહકાર મળ્યો છે. ટેકનિકલ અને આર્થિક ઘણા પાસાઓ માં તેમને રાત દિવસ જાગીને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હમણાં પણ મેં એક ફિલ્મ નાસમાં મોકલી આપી છે. નાનપણ થી જ મને સંગીત, સ્વિમિંગ, સાયન્સ ની સ્પર્ધાઓ માં તેમને ભાગ લેવા પ્રોત્સાહિત કરી છે. મારી સ્કુલ નાં શિક્ષકો અને આચાર્ય પણ હંમેશા મને સપોર્ટ આપતા રહ્યા છે.- વૈજ્યંતી ઓઝા , વિદ્યાર્થીની

અન્ય સમાચારો પણ છે...