• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In The Program Of Bhavnagar, He Said 'Sisters Should Be Ready This Time In The Assembly Elections, Modi Will Give More Tickets To The Sisters'.

પાટીલનું નિવેદન:ભાવનગરના કાર્યક્રમમાં કહ્યું- 'આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બહેનો તૈયાર રહેજો, મોદી બહેનોને વધુ ટિકિટ આપશે'

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં યોજાયેલા વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં પાટીલે હાજરી આપી હતી

ભાવનગરમાં વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ બે દિવસ થી ભાવનગરમાં હતા આજે તેમના કાર્યક્રમ માં અંતિમ દિવસે તેમને અનેક બેઠકો કરી હતી ભાવનગરમાં બીજા દિવસે સી.આર પાટીલે સાધુ સંતો મહંતો તેમજ કલાકરો કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આજે સી.આર પાટીલે મહિલાઓ માટે સંમેલન યોજ્યું હતું. આ ઉપરાંત શહેરના શ્રેષ્ઠિઓ તેમજ ખેડૂતો અને બુદ્ધિજીવી લોકો સાથે પણ બેઠકો અને સંમેલનો અને સંવાદ કર્યા હતા મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

સુકન્યા સમૃદ્ધિ યોજના મોદીએ શરૂ કરી
શહેરના જવાહર મેદાન ખાતે સી.આર પાટીલ નો મહિલાઓ સાથે સંવાદ યોજાયો હતો જેમાં તેમને સમય મર્યાદા ને લઈ ને કાર્યક્રમ ટૂંકાવી ને બહેનો એ પોતાના સજેશન મોકલવા વિનંતી કરી હતી તેમને કહ્યું કે એક માત્ર ભાજપ એ વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનો ને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ છે આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે મોદી વિચારી રહ્યા છે. ગુજરાતમાં દીકરીઓની ઘટતી સંખ્યા અંગે મોદી ચિંતિત બન્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી એ શરૂ કરી હતી. સી.આર પાટીલે એ આજે સાધુ સન્તોના કેટલાક પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્નો અને મહિલાઓ ના પ્રશ્ને તાકીદે ઉકેલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જિલ્લા પ્રમુખને બદનામ કરવાનું કાવતરું છે
ભાવનગર વન-ડે વન ડિસ્ટ્રીકટમાં ભાગ લેવાલ સી.આર પાટીલએ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાના વિરોધ મામલે પણ સ્પષ્ટતા કરી હતી કારડીયા રાજપૂત સમાજ અને ગીતા કોતરે દ્વારકામાં શરૂ કરેલા અનશન મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે માત્ર ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાને બદનામ કરવાનું કાવતરું છે કે હકકિત છે તે અંગે તપાસ કરીશું. ગીતા કોતરએ દ્વારકા માં શા માટે અનશન શરૂ કર્યા તેનું પણ તપાસ કરાશે ગીતાબેન એ ભાવનગર કે ગાંધીનગરમાં કેમ ઉપવાસ ના કર્યા તેવા સવાલ પણ સી.આર પાટીલે એ ઉભા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...