દાદાગીરી:સિહોરમાં ટીડીઓની હાજરીમાં એક શખ્સે વિસ્તરણ અધિકારીને ફડાકા ઝીંકી દીધા, ફરજમાં રૂકાવટની ફરિયાદ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સિહોર પોલીસ સ્ટેશનમાં રાજુ અલગોતર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

સિહોર તાલુકામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારીને સિહોરના એક શખ્સે ડીપોઝીટ પરત કરવા મુદ્દે સિહોર સ્થિત સરકારી કચેરીમાં ટીડીઓની હાજરીમાં ફડાકા ઝીંકી દેતા ચકચાર મચી છે. અધિકારીને તમાચા મારી ફરજમાં રૂકાવટ ઉભી કરી જોઈ લેવાની ધમકી આપી નાસી છુટતા શખ્સ વિરુદ્ધ વિસ્તરણ અધિકારીએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના દેવગાણા ગામે રહેતા હતા અને સિહોરમાં આઈઆરડી કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા દશરથ પાંચા ચૌહાણ ઉ.વ.40એ સિહોરમાં રહેતા રાજુ આલગોતર નામના શખ્સ વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આ શખ્સે એસબીએમ અંતર્ગત કોઈ કામ પાંચ વર્ષ અગાઉ કર્યું હોય જેમાં ડીપોઝીટ ભરી હોય એ પરત લેવા માટે આઈઆરડી કચેરીમાં ફરિયાદી દશરથ ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે મિટિંગમા હોય એ દરમિયાન ચાલું મિટિંગે આરોપી રાજુ કચેરીમાં દાખલ થઈ એસબીએમ અંતર્ગત કરેલ કામની ડીપોઝીટ પરત લેવા આવતા ફરિયાદી દશરથસિંહએ જણાવ્યું હતું કે કામ થયે ભરેલ રકમની ડીપોઝીટ 3 વર્ષમાં ડીપોઝીટ પરત લેવાની હોય છે અને હવે આ વાત ને પાંચ વર્ષ થઈ ગયા હોય હવે ડીપોઝીટ પરત ન મળે. આ વાતથી ઉશ્કેરાયેલા રાજુએ દશરથસિંહ સાથે ઝપાઝપી કરી ત્રણ તમાચા મારી તું ડીપોઝીટ કેમ પરત નથી કરતો તને હું જોઈ લઈશ તેમ જણાવી ફરજમા રૂકાવટ કરી નાસી છુટ્યો હતો. આ અંગે સિહોર પોલીસે આરોપી રાજુ આલગોતર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...