તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ભંગ:મહુવામાં યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલની હાજરીમાં જ સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

ભાવનગર8 દિવસ પહેલા
 • કેમ્પમાં 500થી વધુ લોકોનું વેક્સિનેશન કરવામા આવ્યું

સમગ્ર ગુજરાત કોરોનાના કેસમાં દિન-પ્રતિ દિન કેસોમાં વધારો થઈ રહ્યો છે, કોરોના વધતા જતા કેસો ની સામે સાથે સાથે વેક્સીનેશન ની પણ કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે, જેમાં આજરોજ મહુવા ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની ઉપસ્થિતિ માં મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહુવા શહેર ભાજપ દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિત માં આ કેમ્પનું આયોજન કરાયું હતું આ મેગા વેકસીનેશન કેમ્પમાં 500 થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. જો કે, કેમ્પરમાં પાટિલની હાજરીમાં જ સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

મહુવા ખાતે મેગા વેક્સીનેશન કેમ્પમાં ભાજપના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીયા હતા, ભાજપના જ કાર્યકરો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિયમોને નેવે મુક્યા હતા. મહુવા ખાતે સીઆર પાટીલે લોકોને વધુમાં વધુ વેકસિનેશન નો લાભ લેવા અપીલ કરી હતી, જો કે, કાર્યક્રમમાં તેની હાજરીમાં જ સોશિયલ ડીસ્ટંસનો અભાવ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો