પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષના 31 ફોર્મ અમાન્ય થતા મામલો ગરમાયો હતો અને જ્યારે તેની સામે 5 જ ફોર્મમાં મેન્ડેટ જમા કરવામાં આવ્યા હતા જેને લઈ 5 જ ફોર્મ ને માન્ય રાખવામાં આવ્યા હતા જ્યારે ભાજપના 36 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 9માં કુલ 36 બેઠકો છે. 31 ફોર્મ અમાન્ય રહેતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી
પાલીતાણા નગરપાલિકા માં કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ફાડી નાખવા મામલે હાઇકોર્ટમાં એક રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈને સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી અધિકારીએ કોર્ટમાં જવાબ રજૂ કરતા હાઈકોર્ટને 32 ઉમેદવારોના મેન્ડેટ સ્વીકારવાની કરવાની બાંહેધરી આપી હતી. કોર્ટે પોલીસે FIR નોંધી ન હોવાથી ટકોર કરી અને પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારોના છેલ્લી ઘડીએ કેટલાક તત્વોએ મેન્ડેટ ફોર્મ ફાડી નાંખતા ઇલેક્શન લડવા માટે ચૂંટણી અધિકારી હવે તેમનો મેન્ડેટ ફોર્મ સ્વીકારે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટેમાં દાખલ કરેલી રીટમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સમગ્ર બનાવ નગરપાલિકાના પરિસરમાં બન્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટેએ આ બાબતને તાત્કાલિક ધ્યાનમાં લઈને ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટેએ કહ્યું કે પોલીસે આ મામલે એફઆઇઆર કેમ નોંધી નથી. સાથે આદેશ કર્યો છેકે સરકાર પણ આ બાબતે તાત્કાલિક જવાબ રજૂ કરે.
કોંગ્રેસના અસંતુષ્ટોએ મેન્ડેટ આંચકી ફાડી નાખ્યા હતા
પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજે અંતિમ દિવસે પાલીતાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમ સીમાએ આવતા આજે કોંગ્રેસના ઉમેદવારી ઈચ્છુકોને ટિકિટ નહીં મળતા નગરપાલિકામાં પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝૂંટવી લઈ ફાડી નાખ્યા હતા. લોકશાહીમાં અતિ ગંભીર આ ઘટનાના પડઘા રાજ્યકક્ષા સુધી પડ્યા છે. પાલીતાણા નગરપાલિકામાં 32 જેટલા મેન્ડેટના અભાવે ઉમેદવારી નહીં કરી શકતા ચૂંટણી ભાજપ તરફી વન-વે થઈ ગઈ છે. કોંગ્રેસના આગેવાનો મોડી રાત સુધી કાયદાકીય પ્રક્રિયા માટે પણ દોડધામ કરી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.