ભાવનગરના શહેર જિલ્લામાંથી જુદી જુદી રેડ દરમિયાન મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે દાઠાના જુના રાજપર ગામે દેશી દારૂની રેડ પાડવા જતા વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. ભાવનગરના જિલ્લાના તળાજા તાલુકાના ફુલસર ગામેના બસ સ્ટેન્ડ પાસે આવેલ નાવલી કાંઠાની નજીક આવેલ એક વાડીમાં રેડ પાડતા વાડીમાં બનાવેલ સિમેન્ટની ઓરડીમાં તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 42 કિ.રૂા. 15750 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જેમાં વિપુલ પ્રવિણભાઇ મકવાણા નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો જેને શોધવા તળાજા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. વરતેજના માલણકા ગામેથી અવાણીયા જવાના રસ્તે જયેશ ધિરૂભાઇ બારૈયાની વાડીમાં તલાશી લેતા વાડીમાં બનાવેલ સિમેન્ટના ઢાળીયામાંથી વિદેશી દારૂના ચપટા નંગ 6 કિ.રૂા. 450નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં જયેશ ધિરૂભાઇ બારૈયાને ઝડપી લીધો હતો.
જ્યારે દાઠાના જુના રાજપરા ગામે તો દેશી દારૂની રેડ પાડવા જતા ત્યાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં જુના રાજપરા ગામે બાવળની કાંટમાં સંતાડેલ કંતાનની થેલીમાંથી વિદેશી દારૂના ચપટા નંગ 20 કિ.રૂા. 3000 નો મુદ્દામાલ સાથે નરેશ જગુભાઇ ઉર્ફે જગદિશભાઇ મકવાણાને ઝડપી લીધો હતો. જેને વધુ પુછપરછ કરતા આ દારૂ ફુલસર ગામે રહેતો વિપુલ મકવાણાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારિયાધારના પરવડી ગામે રહેતો જતીન અજયભાઇ જાડેજાને ત્યાં રેડ પાડતા વિદેશી દારૂની બોટલ નંગ 2 કિ.રૂા. 1040નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં જતીન અજયભાઇ જાડેજાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.