તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • In The New Year, 5 Zodiac Signs Will Have To Go Through Panoti, Gemini, Libra, Dhan, Capricorn And Aquarius Will Have To Go Through Panoti

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ ભવિષ્ય:નવા વર્ષમાં 5 રાશિને પનોતીમાંથી પસાર થવું પડશે, મિથુન, તુલા,ધન, મકર અને કુંભ રાશિના જાતકોને પનોતી, ધન સિવાય તમામ રાશિને કષ્ટદાયી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિથુન અને તુલાને નાની પનોતી

વિક્રમ સંવત 2077નું નવું વર્ષ ચાલુ થયું છે ત્યારે આ નવા વર્ષમાં પાંચ રાશિના જાતકોને નાની કે મોટી પનોતીના તબક્કમાંથી પસાર થવું પડશે. આ પાંચ રાશિમાં મિથુન, તુલા,ધન, મકર અને કુંભ રાશિના જાતકોનોલ સમાવેશ થાય છે. જેમાં ધન રાશિ સિવાયના ચારેય રાશિના જાતકો માટે પનોતીતો તબક્કો કષ્ટદાયી સાબિત થશે તેમ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે.વિક્રમ સંવત 2077ના નવા વર્ષમાં પાંચ રાશિના જાતકોને પનોતી કાળમાંથી પસાર થવું પડશે. જેમાં મિથુન એટલે કે ક,છ અને ઘ રાશિના જાતકો માટે લોઢાના પાયેથી નાની પનોતી છે જેથી આ સમયગાળો મહેનત, મજૂરી કરાવે અને અશુભ ફળ અપાવશે. તુલા રાશિ એટલે કે ર અને ત રાશિના જાતકો માટે આ પનોતી લોઢાના પાયે પસાર થશે. આ નાની પનોતીનો સમયગાળો આ રાશિના જાતકોને મહેનત, મજૂરી કરાવે અને અશુભ ફળ અપાવશે.

ધનુ એટલે કે ફ,ધ,ભ અને ઢ રાશિના જાતકો માટે રૂપાના પાયે મોટી પનોતીના તબક્કો પગેથી પસાર થઇ રહ્યો છે. આ રાશિના જાતકોને આ સમયગાળો ધન અપાવે, આવક વધારે અને શુભ ફળ અપાવશે. મકર એટલે કે ખ અને જ રાશિના જાતકો માટે હાલ મોટી પનોતી છાતીએથી પસાર થઇ રહી છે.સોનાના પાયાવાળો આ સમયગાળો મકર રાશિના જાતકો માટે માનસિક બેચેની, ચિંતા, અશુભ ફળદાયી બની રહેશે. જ્યારે કુંભ એટલે કે ગ અને શ રાશિના જાતકો માટે મોટી પનોતી માથેથી પસાર થઇ રહી હોય આ સમયગાળો મહેનત, મજૂરી કરાવે અને અશુભ ફળ અપાવશે.

કોઇ પણ રાશિના જાતકને જન્મ રાશિથી બારમો, પહેલો કે બીજો શનિ આવે ત્યારે તે રાશિના જાતકને મોટી એટલે કે સાડા સાત વર્ષની પનોતી હોય તેમ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે.શનિ એક રાશિમાં અંદાજીત અઢી વર્ષ વિતાવે છે. શનિ મહારાજ જે તે જાતકની રાશિમાં ચોથો કે આઠકો આવે ત્યારે અઢી વર્ષની નાની પનોતી છે તેમ ગણાય છે. પનોતી જુદા જુદા પાયે આવતી હોય છે. જેમાં ફળ પણ શુભ કે અશુભ હોય છે.

પનોતીના નિવારણ માટે શું કરવું ?
પનોતીના નિવાર્ણ માટે જાતકો કાળા તલ, અડદ, કાળો ધાબળો, કાળું કાપડ, લોખંડ, તેલનું દાન કરી શકાય છે. સવારના સમયે શરીર પર તેલ લગાવી સ્નાન કરવાથી રાહત મળે છે. પોતના ઇષ્ટદેવના જાપ-સ્મરણ અથવા તો શનિ મહારાજના જાપ અને પૂજા પાઠ કરવાથી રાહત મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો