તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું શહેર સંગઠન:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશે ભાવનગર પર ધ્યાન જ ના આપ્યુ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ માળખાની રચના બાદ નવું શહેર સંગઠન રચાશે
  • કોંગ્રેસની કારોબારીમાં બળાપો ઠાલવ્યો
  • કોંગ્રેસમાં કોઈ દિવસ ડોકાયા પણ ના હોય તેવા લોકોને ટિકિટ આપ્યાનો આક્રોશ

કોર્પોરેશનની ચુંટણીમાં કોંગ્રેસની હારનો બળાપો આજે શહેર કોંગ્રેસની કારોબારીમાં કાર્યકરોએ ઠાલવ્યો હતો. અને એક તબક્કે તો પ્રદેશે ભાવનગરમાં ધ્યાન જ નહીં આપ્યાનો પણ રોષ ઠાલવ્યો હતો.

શહેર કોંગ્રેસ સમિતિની આજે સરકીટ હાઉસ ખાતે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલની ઉપસ્થિતમાં કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં અાગામી વિધાનસભાની ચુંટણીને લઈ પ્રજા પ્રશ્ને વધુ સક્રિય બનવા પર ભાર મુક્યો હતો. જ્યારે બેઠકમાં હાજર પૂર્વ નગરસેવકોએ ગત કોર્પોરેશનની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની પણ નારાજગી દર્શાવી પારૂલબેન ત્રિવેદીએ જે બહેનોને કોંગ્રેસમાં કોઈ ઓળખતા પણ ના હોય તેને ટિકિટ આપી હોવાનું જણાવ્યું તો કે.એમ.પટેલે જણાવ્યું હતું કે, ચુંટણી સમયે કોને ટિકિટ આપી તે શહેર પ્રમુખને પણ ખબર ના હતી. જ્યારે ઈકબાલ આરબે વોર્ડ સીમાંકન સમયે કોર્ટના દ્વાર નહીં ખખડાવતા કોંગ્રેસને મોટુ નુકસાન ગયું હોવાનું જણાવ્યું હતું. ભીમાભાઈ રબારીએ શહેર સંગઠનમાં ફેરફાર કરવા જણાવતા પ્રકાશ વાઘાણીએ તેને મીટીંગમાં પણ પહેલીવાર આવ્યાનું સામું થોપતા ભીમાભાઈએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યાની પ્રકાશભાઈને જણાવતા વાત વણશે તે પહેલા ભરતભાઇ બુધેલીયાએ ટાઢુ પાડ્યું હતું. કોર્પોરેશનમાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા ચાર મહિલા સદસ્યો મીટીંગમાં નહી ડોકાતા તેની પણ નારાજગી આગેવાનોએ દેખાડી હતી.

પ્રદેશ કોંગ્રેસમાં નવા સંગઠન બાદ સ્થાનિક કક્ષાએ સંગઠનમાં ફેરફારની શક્યતા રાજેશભાઈ ગોહેલે દર્શાવી હતી. સંગઠન મજબુત બનાવવાના હેતુસરની બેઠકમાં કોંગ્રેસની નીતિ રીતિનો આક્રોશ જ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...