તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:કોરોનાના કાળે સવારે હર્યા પત્નીના પ્રાણ, બપોરે પતિ પણ અનંતની વાટે

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજમાં શોક
 • {નાનભા વાડીમાં વાસુપૂજ્ય ફ્લેટમાં રહેતા જયભાઇ ડેલીવાળા અને તેમના પત્નીનું અવસાન

કોરોનાનો દૈત્ય કેટકેટલાના પ્રાણ હરે છે તેની ગણતરી કરવી હવે મુશ્કેલ થઇ ગઇ છે તેવી પરિસ્થિતિમાં આજે દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણી જયભાઇ ડેલીવાળા અને તેમના પત્ની નીતાબહેન ડેલીવાળાનું ગણતરીના કલાકોમાં કોરોનાની બિમારીથી અવસાન થતા ભાવનગરમાં દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.

શહેરના નાનનભા વાડી, વાસુપૂજ્ય ફ્લેટમાં રહેતા અને ભકતિબાગ ઉપાશ્રયના ટ્રસ્ટી તથા એલાઈટ કેમિકલવાળા જયભાઇ ડેલીવાળા અને તેમના પત્ની નીતાબહેન છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની લપેટમાં આવી ગયા હતા. જેમાં બન્નેની સ્થિતિ ગંભીર થયા બાદ આજે સવારે નીતાબહેનનું નિધન થયુ હતુ. બાદમાં તેના પતિ જયભાઇનું પણ બપોરે જ અવસાન થતા આ પતિ-પત્નિને એક જ દિવસમાં ગણતરીના કલાકોમાં કાળમુખા કોરોનાએ જીવ હરી લેતા શોકની લાગણી પ્રસરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો