તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં 54 ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા

ભાવનગરએક મહિનો પહેલા
 • ગોરડ સ્મશાનમાં લાકડા માટે રૂપિયા એક લાખની સહાય અપાશે

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક આજે ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જુદા જુદા 55 જેટલા એજન્ડાના મુદ્દા- ઠરાવો રજુ થયા હતા. જેમાં મુખ્યત્વે દુઃખીશ્યામ બાપા સર્કલને 23 માર્ચ 2021ની દરખાસ્ત મુજબ દુઃખીશ્યામ બાપા સર્કલને પાર્ટી લીલા શીપ રીસાઈકલીંગ પ્રા.લી. ભાવનગરને દત્તક આપવામાં આવેલું હતું. જે વ્યસ્તતાના કારણે રિન્યુ નહી થતા કરાર રિન્યુ કરવા માંગતા હોવાના પત્રના આધારે દુઃખીશ્યામબાપા સર્કલનું મેન્ટેન અને જાળવણી કરવા માટે 10 વર્ષ માટે લીલા શીપ રીસાઈકલીંગને દત્તક અપાવાનો સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ મંજુર કરવામાં આવ્યો છે.

અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ ઠરાવોને પણ અંતે મંજૂરીની મહોર

જે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં સ્ટે. કમિટીના સદસ્યો, ભાવ.મ્યુનિ. કમિશનર એમ.એ. ગાંધી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ ઠરાવોને પણ ચર્ચા વિચારણાને અંતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાવનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂમ ખાતે સ્ટેન્ડિગ કમિટિની બેઠક મળી હતી. જેમાં મહાપાલિકાના 17 જેટલા કર્મચારીએ રજા, પ્રવાસ, રાહત, એલટીસી બ્લોક અન્વયે ખરે ખર મુસાફરી કરવાના વિકલ્પ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મેળવવા અરજી કરેલ છે. જેની મંજૂરી આપવા ચર્ચા વિચારણા કરાઇ હતી.

કોરોના વાયરસ અન્વયે ભાવનગર મહાપાલિકાની ચૂંટણી 2021 રાજ્ય ચૂંટણી આયોગની સુચના મુજબ યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોઝ અને હેન્ડ વોશ ખરીદ કરવા સુચના આવી હતી. જેના પગલે 100 નંગ હેન્ડ ગ્લોઝ રૂ. 49,245 તથા હેન્ડ વોશ લીટર મુજબના ભાવ રૂ. 64 લેખે 1148 લીટર 73,472 ના ખર્ચની કમિશનરે મંજૂરી આપી હતી. જેની હકીકત જાહેર કરાઇ હતી. કોવિડ -19ને નિયંત્રણમાં રાખવા માટે તથા વધુ વકરે નહી તે માટે થઈ આવેલ સુચના તેમજ મંજૂરી મુજબ હાલ કાર્યકરત 24 એમપીડબલ્યુ તથા અગાઉ છુટા કરેલ 125 એમપીએચડબલ્યુ મળીને 149 કર્મચારીઓને આગામી 31 જુલાઈ 2021 સુધી મંજૂર રહેલ શરતો અને નિયમો અનુસાર કાર્યરત કરવાની મંજૂરી આપવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ હતી.

આ બેઠકમાં જુદા જુદા 55 ઠરાવો રજુ થયા હતા. જેમાંથી 54 મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે એક પેન્ડિંગ રખાયો હતો. અને જે અંગે વિસ્તૃત નિર્ણય લેવાયા હતા. તેમજ અધ્યક્ષ સ્થાનેથી પણ ચાર ઠરાવો રજૂ થયા હતા. જેમાં મુખ્ય હાલ કોરોનાની મહામારીમાં હાલ કો-મીરબીડથી મોતો થઈ રહ્યાં છે. અને સ્મશાનમાં લાકડાઓ ખુટી રહ્યાં છે. ત્યારે ગોરડ સ્મશાનને એક લાખ રૂપિયા લાકડા માટે આપવા નક્કી કરાયું છે. અને બીજા સ્મશાનનોને પણ આપવામાં આવશે. તેવા અનેક નિર્ણય લેવાયા હતા. આ બેઠકમાં સ્ટે. કમિટીના સદસ્યો અને સબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો