બેઠક:ભાજપના શક્તિ કેન્દ્રની બેઠકમાં પ્રભારી સંયોજકોને આડેહાથ લીધા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પચાસ ટકા કરતા વધુ ગેરહાજરીથી મહામંત્રી અવાક
  • ભાજપના શક્તિ કેન્દ્રના પ્રભારી સંયોજકોને પોતાની કામગીરી જ ખબર નથી, પ્રદેશ મહામંત્રી ગીન્નાયા

ભાવનગર શહેર ભાજપના શક્તિ કેન્દ્રના પ્રભારી સંયોજકોની આજે યોજાયેલી રીવ્યુ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ ઓછી હાજરી અને શક્તિ કેન્દ્રની જવાબદારીથી અજાણ પ્રભારી સંયોજકોને આડેહાથ લીધા હતા. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના શક્તિ કેન્દ્રના પ્રભારી અને સંયોજકોની રીવ્યુ બેઠક પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ વિનોદભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી.

પરંતુ આ રિવ્યુ બેઠકમાં 50 ટકા કરતા પણ વધુ પ્રભારી સંયોજકો ગેરહાજર હતા. એટલું જ નહીં પરંતુ જે પ્રભારી અને સંયોજકો હાજર હતા તે પૈકી મોટાભાગનાને પોતાની કામગીરીને જ ખબર નહોતી. પ્રભારી અને સંયોજકોને શક્તિ કેન્દ્ર નીચે કેટલા બુથ આવે તેનાથી પણ અજાણ હતા. જ્યારે મહામંત્રીએ નોંધ કરવા કહ્યું ત્યારે કોઈ પાસે બુક પણ ન હતી. જેથી ગુસ્સે થયેલા મહામંત્રી વિનોદ ચાવડાએ શહેર ભાજપ અધ્યક્ષ અને મહામંત્રીને પણ ટપાર્યા હતા. અને શક્તિ કેન્દ્રની કામગીરી સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...