તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અલંગ પોલીસ લોકડાઉન સંદર્ભે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મણાર ગામે ગીતાજંલી ચોકડી પાસે એક અતુલ રીક્ષા ઉભી હતી અને તેની પાસેથી ઘણા માણસોની અવર-જવર થતી હોય અલંગ પોલીસ ત્યાં તપાસ કરવા જતા અતુલ રીક્ષાનં.GJ-04-Y-3742ના ચાલક મુકેશ ભગવાનભાઇ વાળા (રહે મંગેળા)રીક્ષામાં સોપારી તથા તમાકુ અને પાન-મસાલાનુ વેચાણ કરતો હોય પોલીસે કુલ રૂ.9360ના પાન-મસાલા તથા રીક્ષા સાથે ચાલકને ઝડપી લઇ તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહુવામાં એક્ટીવા પર બે ઇસમ જાવીદ હજીભાઇ કરીયાણી તથા અલીજાફર અખ્તરહુસેન શેખ ચારભાઇ બીડીના બાંધા નંગ.15 કિ.રૂ.6000 લઇ વેચાણ કરવા જતા હોય મહુવા પોલીસે બન્ને ઇસમને ઝડપી લીધા હતા. જ્યારે ભાવનગર શહેર જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ 134 ગુન્હાઓ નોંધી 137 વ્યક્તિ સામે તથા ડ્રોન કેમેરા દ્વારા કુલ 7 ગુન્હાઓ નોંધી 11 વ્યક્તિ સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 257 વાહનો ડીટેઇન કરાયા છે. લોકડાઉન દરમિયાન તંત્રની ભારે કડકાઇ છતાં લોકો નિયમભંગ કરી વાહનો લઇ રસ્ત પર ફરી રહ્યાં છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.