ભાવનગર બાસ્કેટબોલ લીગ:લીગ તબક્કામાં દેવપાલ અને નવયુગની ટીમો ટેબલ ટોપ પર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વિતિય સપ્તાહના અંતે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સિદસર ઇનડોર સ્ટેડિયમ ખાતે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર બાસ્કેટબોલ લીગ દ્વિતીય સિઝનમાં દ્વિતિય સપ્તાહના અંતે બોયઝ વિભાગમાં ફરી એક વખત દેવપાલ મોટર્સ અને ગર્લ્સ વિભાગમાં નવયુગ કેમિકલ્સની ટીમો પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને આવી છે.

ભાવનગર ખાતે બાસ્કેટબોલની થ્રી ઓન થ્રી પદ્ધતિ પ્રમાણે આ અનોખા નિયમો સાથે ભાવનગર બાસ્કેટબોલ લીગની દ્વિતિય સીઝનમાં દ્વિતિય સપ્તાહમાં બોયઝ વિભાગમાં ચાર કેટેગરીની ટીમોએ દેવપાલ મોટર્સની ટીમે 36 મેચો રમી, 27માં વિજય મેળવી અને 54 પોઇન્ટ સાથે ટોચના સ્થાને, પનિલા કેમિકલ્સ 46 પોઇન્ટ સાથે દ્વિતિય સ્થાને, એક્રેસિલ લિમિટેડ 40 પોઇન્ટ સાથે તૃતિય સ્થાને છે.

ગર્લ્સ વિભાગમાં નવયુગ કેમિકલ્સની ટીમે 36 મેચો રમી, 27માં વિજય મેળવી અને 54 પોઇન્ટ સાથે ટેબલમાં ટોપ પર, એક્રિસિલ લિમિટેડની ટીમ 40 પોઇન્ટ સાથે દ્વિતિય, રૂદ્ર ટીએમટી 38 પોઇન્ટ સાથે તૃતિય સ્થાને છે.જુદી જુદી ચાર કેટેગરીમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં 512 મેચ રમાડવામાં આવનાર છે. તે પૈકી દરેક ટીમોના ભાગે 14-14 લીગ મેચો રમવાની આવશે.

અન્ય સમાચારો પણ છે...