તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેરના 13 વોર્ડની 52 બેઠકો માટે અાગામી રવિવાર તા.21મીના રોજ મતદાન છે ત્યારે ગત ચૂંટણીમાં 4045 મતદારો એવા હતા કે જેઓએ પોતાના વોર્ડમાં ચૂંટણીમાં ઉભા રહેલા એક પણ ઉમેદવારને ચૂંટવા માટે લાયક ગણ્યા ન હતા. આથી જ આ ઉમેદવારોએ નોટા બટનનો વિકલ્પ પસંદ કરીને મતદાન કર્યું હતુ.
ભાવનગર મહાનગરપાલિકાની 2015માં યોજાયેલી ચુંટણીમાં ઉભા રહેલા એક પણ ઉમેદવાર મતદારને પસંદ ન હોય તો તેઓ નોટાનો વિકલ્પ અપનાવી પોતાની નારાજગી વ્યકત કરી શકે છે. 2015ની ગત ચૂંટણીમાં આવી જ રીતે 4045 મતદારોએ પોતાનો મતાધિકાર તો અપનાવ્યો હતો પણ એકેય ઉમેદવારને લાયક ન ગણી નોટા પર પસંદગી ઉતારી હતી. ગત ચૂંટણીમાં વોર્ડ દીઠ નોટાને સરેરાશ 311 મતદારોએ પસંદગી કરી હતી. આમ મતદારોએ એકપણ ઉમેદવારની પસંદગી કરી ન હતી.
ક્યા વોર્ડમાં કેટલા મત નોટામાં ગયેલા
ચિત્રા-ફુલસર-નારી | 250 |
વડવા-બ | 257 |
કરચલીયા પરા | 289 |
ઉ.કૃષ્ણનગર-રૂવા | 373 |
પિરછલ્લા | 313 |
તખ્તેશ્વર | 297 |
વડવા-અ | 214 |
કુંભારવાડા | 157 |
બોરતળાવ | 204 |
કાળિયાબીડ-સિદસર | 326 |
દ.સરદારનગર | 401 |
ઉ.સરદાનગર | 438 |
ઘોઘા સર્કલ | 526 |
કુલ નોટા | 4045 |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.