આગામી તા.1 ડિસેમ્બરના રોજ ભાવનગર વિધાનસભાની સાત બેઠકો માટે મતદાન યોજાવાનુ઼ છે ત્યારે વિવિધ કક્ષાએ મતદાન જાગૃતિના કાર્યક્રમ ચાલી રહ્યાં છે. તેમાં મતદાનની ટકાવારીનો ઇતિહાસ ચકાસીયે તો છેલ્લી ચાર ચૂંટણી 21મી સદીમાં યોજાઇ તેમાં 2002થી 2017 દરમિયાન ભાવનગર જિલ્લામાં પુરુષોના મતદાનની ટકાવારીમાં 4.65 ટકાનો વધારો થયો છે જ્યારે મહિલાોની મતદાનની ટકાવારીમાં 7.64 ટકાનો વધારો થયો છે. આમ, છેલ્લા 4 ચૂંટણી જંગમાં પુરૂષોથી મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ વધી છે. તેમ કહી શકાય. આમ છતાં ઓવરઓલ મતદાનમાં હજી પુરૂષો આગળ હોય છે.
ભાવનગર જિલ્લામાં ઇ.સ.2002, ઇ.સ.2007, ઇ.સ.2012 અને છેલ્લે 2017માં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું તેમાં સૌથી વધુ મતદાન 2012ની ચૂંટણીમાં 69.12 ટકા નોંધાયું હતુ જ્યારે સૌથી ઓછું મતદાન ઇ.સ.2002માં 55.44 ટકા રહ્યું હતુ. પુરુષ અને મહિલા મતદાનના રેકર્ડ પણ 2012માં નોંધાયા હતા. ઇ.સ.2012માં ભાવનગર જિલ્લામાં પુરૂષોના મતદાનની ટકાવારી 71.70 ટકા એ આંબી ગઇ હતી તો મહિલાઓના મતદાનની ટકાવારી પણ 66.27 જેવી ફર્સ્ટ ક્લાસ રહી હતી.
ભાવનગર જિલ્લામાં જે સાત વિધાનસભા મતક્ષેત્ર છે તેમાં મહિલાઓમાં સૌથી વધુ મતદાન 2012ની ચુંટણીમાં ભાવનગર ગ્રામ્ય બેઠક પર 72.69 ટકા નોંધાયું હતુ. જે એક રેકર્ડ છે. જ્યારે પુરુષો માટે સર્વાધિક મતદાનનો રેકર્ડ પણ 2012માં ભાવનગર ગ્રામ્યમાં 78.12 ટકાનો છે.
તળાજામાં મહિલા મતદાનમાં 20 ટકાનો વધારો
ભાવનગર જિલ્લામાં તળાજા વિધાનસભા મતક્ષેત્રમાં ઇ.સ.2002માં યોજાયેલી ચૂંટણીમાં માત્ર 39.22 જ ટકા નોંધાયું હતુ જે ક્રમશ: 4 ચૂંટણીમાં 20.52 ટકા જેવું નોંધપાત્ર પ્રમાણમાં વધીને 2017ની ચૂંટણીમાં વધીને 59.74 ટકા થઇ ગયું હતુ. મહિલાઓના મતદાનને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવેલા અનેક પ્રયાસોને તળાજામાં છેલ્લી 4 ચૂંટણીમાં સફળતા મળી છે અને 2002થી લઈને 2017 સુધમીમાં મતદાનમાં 20 ટકાનો વધારો થયો છે.
પુરૂષ-મહિલા મતદાન ટકાવારીમાં વધારો | ||
ચૂંટણી | પુરુષ મતદાન | મહિલા મતદાન |
2002 | 60.15 ટકા | 50.40 ટકા |
2007 | 61.60 ટકા | 53.40 ટકા |
2012 | 71.70 ટકા | 67.26 ટકા |
2017 | 64.80 ટકા | 58.04 ટકા |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.