ભાવનગરમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છેલ્લી 15 મી સિંહ ગણતરી માં અહીં કુલ 81 સિંહોની હાજરી નોંધવામાં આવી છે. ઇસ 1998 માં ભાવનગર માં ફરીથી સિંહ નાં પ્રવેશ ની શરૂઆત થઈ. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો. છેલ્લા 23 વર્ષમાં સિંહની વસ્તી 81 પર પહોંચી છે. હાલ જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા, જેસર અને કેટલીક હદે ગારિયાધારમાં સિંહોની હાજરી જોવા મળે છે. જેમ જેમ ગીરમાં સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બૃહદ ગીરનો વ્યાપ પણ વધતો જાય છે.
ભાવનગર માં સિંહ ગણતરી માટે વિસ્તાર ને બે ભાગ માં વિભાજિત કરવામાં આવે છે. ભાવનગર મુખ્ય વિસ્તાર અને દરિયાકિનારો. 2015 માં થયેલ સિંહ ગણતરી અનુસાર ભાવનગર મુખ્ય વિસ્તાર માં 37 સિંહ ની હાજરી જોવા મળી હતી જ્યારે 2020 તે સંખ્યા 56 થઈ ચૂકી છે. આ 56 સિંહ ની સાથે કાંઠા વિસ્તારમાં બીજા 17 સાવજ પણ વસવાટ કરી રહ્યા છે. હાલમાં કુલ 81 સિંહો ધરાવતા ભાવનગર જિલ્લામાં 36 ( પુખ્ત નર) , 19 ( પુખ્ત માદા) , 5 સબ એડલ્ટ ( નર) ,11 સબ એડલ્ટ ( માદા) અને 10 વણઓળખાયેલા સિંહ નો સમાવેશ થાય છે.
5 એવી માદાઓ પણ નજરે પડી છે જેમના બચ્ચા 1 વર્ષથી નાના હોય.18 મી સદીમાં ગીરનો વિસ્તાર 25 હજાર ચોરસ માઇલ નો ગણવામાં આવ્યો હતો. જે બરડા નાં ડુંગર થી લઈને ચોટીલાની ડુંગર આ તરફ શેત્રુંજય અને ચોરવાડ નાં દરિયાકાંઠા સુધીનો હતો. હાલમાં તે ઘટીને ફક્ત 1412 ચોરસ કી.મી નો બચ્યો છે. સિંહની વસ્તી ગીરમાં 1995 સુધી ફક્ત 300 ની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.