તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:છેલ્લા 2 દિવસમાં 10,101 લોકોએ લીધી કોરોના રસી, 40 ટકા થતુ રસીકરણ 84 ટકાએ પહોંચ્યું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ. ન. પા. દ્વારા વેક્સિનની હોમ ડિલિવરી 10 વ્યક્તિ તૈયાર થાય તો સ્થળ પર રસીકરણ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં વધુમાં વધુ રસીકરણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રયત્નો નાં ભાગરૂપે લોકોના ઘેર જઈને તેમને સમજાવવા ઉપરાંત જો એક સ્થળ પર 10 વ્યક્તિઓ રસી લેવા માંગતા હોય તો સ્થળ પર જઈને પણ રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પરિણામે છેલ્લા બે દિવસમાં 10 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. મહાનગરપાલિકા હાલમાં રસીકરણ અભિયાન માટે પૂરજોશ થી કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ફક્ત 40 ટકા થતું રસીકરણ હવે ડબલ એટલેકે 84 ટકા જેટલું થયું છે.

મહાનગરપાલિકા દ્વારા રસીકરણ ની પ્રવૃતિ આખા દિવસ દરમિયાન ઓબ્ઝર્વ કરવામાં આવે છે અને રસીકરણ ની તારીખ નજીક હોય તેવા લોકોને ફોન કરીને નજીક નાં રસીકરણ મથકની જાણકારી આપવામાં આવે છે. ગુરુવારે રસીકરણ કેન્દ્રો ખાતે કુલ 5068 અને બુધવારે 5029 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ બંને આંકડાઓ છેલ્લા છ મહિનાથી શરૂ થયેલ રસીકરણ માં સૌથી વધારે છે. કોઈપણ સોસાયટી કે કંપની માં વધારે લોકો ને રસીકરણ કરાવવું હોય તો તેઓ મ્યુ. આરોગ્ય વિભાગ નો સંપર્ક કરીને ઘરે બેઠા બેઠા રસી મુકાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...