સરાહનીય કામગીરી:પાલીતાણા તાલુકાના સોનપરી ગામે અંતરીયાળ વિસ્તારમાં 108ની ટીમે વાનમાં જ મહિલાની સફળતા પૂર્વક ડીલેવરી કરાવી

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસુતિ પીડાથી તડપતી મહિલાને સફળ ડીલેવરી કરાવી બે જોડીયા બાળકો તથા માતાને નવ જીવન અપાવ્યું
  • મહિલાનાં પરીજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા સોનપરી-2 ગામે વાડી વિસ્તારમાં રહેતી એક પરણીતાને પ્રસવપિડા ઉપડતા 108ની કુશળ ટીમે અંતરીયાળ વિસ્તારમાં પહોંચી વાનમાં જ સફળતા પૂર્વક ડીલેવરી કરાવી બે જોડીયા નવજાત બાળકો તથા મહિલાને નવ જીવન અપાવ્યું હતું.

આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ પર રહેતા 108 આપાતકાલિન સેવાનાં ઈએમટી જગદીશ બારૈયા તથા પાઇલોટ દિલુભા ગોહિલને કોલ મળ્યો હતો કે, પાલીતાણા તાલુકાના સોનપરી-2 ગામની સીમમાં રહેતા ખેત શ્રમિક રાજેશ નામનાં યુવાનની પત્ની ભાવનાબેન ઉ.વ.26ને પ્રસવપિડા ઉપડી છે અને અંતરીયાળ વિસ્તારને પગલે ઝડપથી આરોગ્ય કેન્દ્ર પર પહોંચી શકે તેમ નથી.

તબીબીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં મહિલાને સફળ પ્રસુતિ કરાવીત્યારે 108ની ટીમે વિના વિલંબ કર્યે સૂચિત લોકેશન પર પહોંચી તપાસ કરતાં પ્રસુતા અસહ્ય લેબર પેઈનથી હેરાન પરેશાન થઈ રહી હતી. પરંતુ કુશળ ઈએમટી જગદીશે પ્રસુતાને સાંત્વના આપી તપાસતા મહિલાનાં ગર્ભાશયમાં બે જોડીયા બાળકો જણાયા હતાં. આથી ઈએમટી જગદીશ ભાઈએ તબીબી રામાણીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં મહિલાને સફળ પ્રસુતિ કરાવી હતી અને પોતાના અનુભવના આધારે બે બાળકો તથા મહિલાને નવું જીવન પ્રદાન કર્યું હતું. આ તકે મહિલાનાં પરીજનોમાં ખુશીનો પાર ન હતો અને 108ની ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...