તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ચક્કર:હાઈકોર્ટમાં ચૂંટણી પંચે પાલિતાણા કોંગ્રેસના તમામ 32 ઉમેદવારના મેન્ડેટ આખરે સ્વિકાર્યા

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના અસંતુષ્ટોએ પાલિતાણા પાલિકામાં મેન્ડેટ આંચકી ફાડી નાખ્યા હતા
 • મેન્ડેટ ફાડ્યા ત્યારે નગરપાલિકાના સીસીટીવી કેમેરા બંધ હતા તેમજ પોલીસની પણ હાજરી હતી

શનિવારે પાલિતાણા નગર પાલિકામાં કોંગ્રેસનો આંતરીખ વિખવાદ ચરમ સિમાએ જોવા મળ્યો હતો.કોંગ્રેસના ઉમેદવારી ઇચ્છુકોએ ટિકીટ નહીં મળતા નગર પાલીકામાં પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝુંટવી લઇ ફાડી નાખ્યા હતા.પાલિતાણામાં મેન્ડેટ રદની ઘટનામાં કોંગ્રેસ પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો.આ અંગે પંચનો જવાબ માંગતા ચૂંટણી પંચે મેન્ડેટ સ્વિકારવાની તૈયારી બતાવી તમામ 32 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટ સ્વિકારતા આજે પાલિતાણા કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યકત કરાયો હતો.

પાલિતાણા નગર પાલિકાની 9 વોર્ડની યોજાનાર ચૂંટણીમાં ઝંપલાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ શનિવારે બપોરે ત્રણ સુધીમાં ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાના હતા પરંતું કોંગ્રેસના હયાતખાન બલોચ સહીતના ઘણા આગેવાનોની ટિકીટ કપાતા કોંગ્રેસને કાર્યકરોની નારાજગીનો સામનો કરવાનો ડર હતો.કોંગ્રેસના કાર્યકરોની મેન્ડેટ ફાડી નાખવાની ઘટના ગંભીર સાબીત થઇ હતી. ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબા જયદેવસિંહ રાણાની અટક બદલાઈ જતા તેમનું ફોર્મ રદ થયું હતું તે બાબતે અદાલતમાં આવતીકાલે ફેંસલો આવવાનો હોવાનું જાણવા મળ્યું છે.

10 નામ સહીત 10 થી 15 ના ટોળા સામે પોલીસ ફરિયાદ
પાલિતાણા નગરપાલીકા વોર્ડ નં.1 થી 9 ના 36 ઉમેદવારોના નામ ના મેન્ટેડ પાલીતાણા નગરપાલીકા ખાતે રજુ કરવા જતા હતા ત્યારે અારોપીઅો બનુભાઇ બલોચ, ભુપતભાઇ બલોચ,અરમાનખાન બલોચ,જાહીદખાન બલોચ,સાહિલખાન બલોચ, સમીરખાન બલોચ અબ્બાસ વોરા પત્રકાર, મહેબુબ પીંજારા, મહેબુબ પીંજારાનો પુત્ર, ઇદાભાઇ ઉર્ફે હૈયાતખાન અને અન્ય 10 થી 15 નું ટોળાઅે અાવીને ગેર કાયદેસર મંડળી રચી અાવી ફરિયાદી પ્રવીણભાઇ મુળુભાઇ ગઢવી ઉપર હુમલો કરી તેમના પાસેથે મેન્ટેડની લૂંટ કરી ફાડી નાખી નાશ કરી અારોપીઅોઅે પોતાનો સમાન ઇરાદો પાર પાડેલ. હોવાનુ તેમજ અા સમગ્ર બનાવ ઇદાભાઇ ઉર્ફે હૈયાતખાન બલોચને ટીકીટ ન મળવાનું કારણ હતુ.

જેના કારણે ઇદાભાઇના કહેવાથી ફરિયાદી ઉપર હુમલો થયાનું જણાવી વધુમાં ફરિયાદીઅે જણાવેલ છે કે અા સમગ્ર ઘટના સમયે નગરપાલીકાના સીસીટીવી કેમેરા બંધ હતા. અને પોલીસસ્ટાફના માણસો હાજર પણ હતા. અને બનાવના સ્થળથી ચૂટણી અધીકારીની અોફિસ માત્ર 100 મીટર ની અંદર નગરપાલીકા ના કેમ્પસમાં જ બનાવ બનેલો હોવાનુ ફરિયાદમા જણાવાયું છે.બનાવ વખતે ફરિયાદી ના પક્ષના કરણસંગ મોરી,રુમીભાઇ શેખ, કીરીટભાઇ ગોહિલ,મનહરભાઇ બાટી વગેરે તેમની સાથે હતા. ત્યારે અા મામલે યોગ્ય તપાસ કરી તેમજ મેન્ટેડ જાહેરમા ફાડી નાખવાનો ગુન્હો કરેલ અને ફરિયાદી ઉપર હુમલો કરેલ બનાવની તટસ્થ તપાસ કરવા ફરિયાદમાં જણાવાયું છે.

જિ.પં.માં 60,તા.પં.માં 196 અને પાલિકામાં 153 અમાન્ય
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર છે.બીજા તબકકામાં ભાવનગર જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે.જિલ્લા પંચાયતની 40, દસ તાલુકા પંચાયતની 210 અને ત્રણ નગર પાલીકાની આગામી તા.28 ફેબ્રુઆરી રવિવારે ચુંટણી યોજાશે.ફોર્મ ભરવામાં અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો રહયો હતો અને અંતિમ દિવસે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 103 મળીને 170 ઉમેદવારોએ કુલ 177 ફોર્મ ભરાયા હતા.જયારે તાલુકા પંચાયત માટે 388 મળીને 772 ઉમેદવારોએ કુલ 800 ફોર્મ ભરાયા હતા તેમજ ત્રણ નગર પાલિકા માટે 292 મળીને 330 ઉમેદવારોએ કુલ 420 ફોર્મ ભરાયા હતા.

શનિવારે અંતિમ દિવસે ત્રણેય મળીને 1272 ઉમેદવારોએ કુલ 1397 ફોર્મ ભરાયા હતા.આજે ફોર્મ ચકાસણી બાદ જિ.પં.માં ભરાયેલા 177માંથી 60 ફોર્મ અમાન્ય રહેતા કુલ 116 માન્ય રહયાં હતા જયારે તાલુકા પંચાયતમાં ભરાયેલા 800માંથી 196 અમાન્ય રહેતા કુલ 600 માન્ય રહયાં હતા તેમજ ત્રણ નગર પાલિકામાં ભરાયેલા 420માંથી 153 અમાન્ય રહેતા 211 ફોર્મ માન્ય રહયાં હતા.આમ એકંદરે ત્રણે મળીને કુલ ભરાયેલા 1397માંથી કુલ ચકાસણી બાદ 927 ફોર્મ માન્ય રહયાં હતા. જો કે ફોર્મ ચકાસણી બાદ આજે આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો