તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:અંતે કોરોનામાં કઠણાઈ ભોગવતા 580 વિધવાઓને સહાય મળી જશે, IFSC કોડ સાથે એડ્રેસ મેચ નહીં થતા વિભાવરીબેને ચેન્નઈ સુધી કાર્યવાહી કરી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા બે મહિનાથી સહાય મળી ના હતી

કોરોના વાયરસના વિંઝાયેલા કોરડામાં મદદરૂપ થવા એક તરફ સરકાર પ્રયત્નશીલ છે જ્યારે બીજી તરફ શહેરના શિવાજી સર્કલ આસપાસના વિસ્તારના 580 વિધવાઓને છેલ્લા બે મહિનાથી સહાય જ મળી નથી. તંત્રની બેદરકારી અને વિધવાઓની કપરી પરિસ્થિતિ દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર સમાચારમાં રજૂ થયા બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ ચેન્નાઇ પોસ્ટની બ્રાન્ચ ડેટા માઈગ્રેશન સેન્ટર સુધી કાર્યવાહી ધમધમાવતા અંતે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને આગામી 15મી મે સુધીમાં તમામ વિધવાઓને એરિયર્સ સાથે સહાય મળી જશે.
સમગ્ર રાજ્યમાં DBT થી પેમેન્ટ કરવામાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે
જિલ્લામાં DBTથી 27200 લાભાર્થીઓને  રૂ.5.19 કરોડ જેટલી રકમ જમા થાય છે. સમગ્ર રાજ્યમાં DBT થી પેમેન્ટ કરવામાં ભાવનગર જિલ્લો અગ્રેસર છે. જે ભાવનગર માટે ગૌરવપ્રદ છે. આ DBT કામ માં ભાવનગર જિલ્લા માં સૌથી વધુ એકાઉન્ટ થયા છે.પરંતુ શહેરના શિવાજી સર્કલ પોસ્ટ ઓફિસ હેઠળના 580 વિધવાઓને  છેલ્લા બે મહિના થી સહાય મળી નથી સરકારે આ ગંગાસ્વરૂપા બહેનોને તો નિશ્ચિત માસિક સહાય ઉપરાંત પણ કોરોના મહામારીમાં વધારના દર મહિને 500 રૂપિયા  લેખે બે મહિનાના 1000 રૂપિયા પણ આપ્યા છે.તો આ બાબતે મંત્રી વિભાવરીબેન દવેએ તેની નોંધ લઇ જરૂરી કાર્યવાહી કરી ત્યારે ખબર પડી કે શિવાજી સર્કલની પોસ્ટ ઓફીસ મર્જ થઈ હૉય અને IFC કોડ બદલાયો હોય તો પૈસા જમા ના થયા હોય.જેથી છેક ચેન્નાઇ પોસ્ટ ની બ્રાન્ચ ડેટા માઈગ્રેશન સેન્ટરના શ્રીગોપીનાથ સુધી પ્રક્રિયા ધમધમાવી ત્યારે ધ્યાન પર આવ્યું કે પોસ્ટ ઓફીસનું એડ્રેસ પહેલા કવિ કાંત રોડ હતું હવે શિવાજી સર્કલ થયું માટે IFC કોડ અને એડ્રેસ મેચ ના થતા હોવાથી આ પૈસા જમા થતા ન હતા. આ ફોલ્ટ ધ્યાન પર આવતા તાત્કાલિક બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી છે. તા.15 મેં સુધીમાં ખાતામાં પૈસા એરિયર્સ સહિત જમા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો