તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની પસંદગી:ચૂંટણીમાં ભાજપે 10 ઉમેદવારો વૃષભ રાશિ 6-6 ઉમેદવારો તુલા અને સિંહ રાશિમાંથી પસંદ કર્યા, રાજેશ, વર્ષાબહેન અને ભાવનાબહેન નામના 3-3 ઉમેદવારો

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા - Divya Bhaskar
ભાવનગરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
 • ધન રાશિના 9, તુલા અને સિહ રાશિના 6-6 ઉમેદવારોની પસંદગી

ભાજપ દ્વારા ભાવનગર શહેરની 13 વોર્ડ માટેની 52 બેઠકો માટે નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે તેમાં જો જ્યોતિષ અને નામ શાસ્ત્રમાં રસ હોય તેના માટે એક રસપ્રદ તારણ આવ્યું છે જેમાં 52 પૈકી 10ઉમદેવારો એકલા વૃષભ રાશિ(બ,વ અને ઉ)ના છે. એટલે કે વૃષભ રાશિવાળાની સર્વાધિક પ્રાધાન્ય અપાયું છે. કુલ બેઠકોના 21.15 ટકા ઉમેદવારો વૃષભ રાશિના છે.
ભાવનગર મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં વૃષભ રાશિના ઉમેદવારો
ભાવનગર મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં વૃષભ રાશિના ઉમેદવારોમાં ઉપેન્દ્રસિંહ(ચુડાસમા) વિલાસબહેન, વર્ષાબહેન ઉનવા, બાબુભાઇ, ઉષાબહેન, ઉપેન્દ્રસિંહ (ગોહિલ), વર્ષાબહેન(મોણપરા), વર્ષાબહેન (પરમાર), ઉષાબહેન અને બુધાભાઇનો સમાવેશ થાય છે. બીજા ક્રમે ધન રાશિવાળા છે આ રાશિવાળા 9 ઉમેદવાર પસંદ થયા છે જેમાં ભરતભાઇ (ચુડાસમા), ભાવનાબહેન (દવે), ભરતભાઇ (બારડ), દિલીપભાઇ,ભાવેશભાઇ, ભારતીબહેન, ધીરૂભાઇ, ભાવનાબહેન (ત્રિવેદી) અને ભાવનાબહેન (સેનાની)નો સમાવેશ થાય છે.

ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપના ઉમેદવારો આવી પહોંચ્યા હતાં.
ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપના ઉમેદવારો આવી પહોંચ્યા હતાં.

યાદીમાં તુલા રાશીના 6 ઉમેદવારો
તુલા રાશિના 6 ઉમેદવારોમાં રાકેશભાઇ, રતનબહેન, રાજુભાઇ (ઉપાધ્યાય), રમેશભાઇ, રાજેશભાઇ (પંડ્યા), અને રાજેશભાઇ(બારડીયા) છે. સિંહ રાશિના 6 ઉમેદવારોમાં મનીષાબહેન, મોનાબહેન(પારેખ), મહેન્દ્રસિંહ, મોનાબહેન(મકવાણા), મહેશભાઇ અને મૃદુલાબહેનનો સમાવેશ થાય છે. કુંભ રાશિના ઉમેદવારોમાં સેજલબહેન, ગોપાલભાઇ, ગીતાબહેન, સવિતાબહેન અને શારદાબહેનનો સમાવેશ થાય છે. મેષ રાશિના ચાર ઉમેદવારોમાં લક્ષ્મણભાઇ, લીલાબહેન (કલીવડા), અશોકભાઇ અને લીલાબહેન(ગોહિલ)નો સમાવેશ થાય છે.

ભાવનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ હાજરી આપી
ભાવનગરમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ હાજરી આપી

વૃશ્ચિક રાશિના પણ ચાર ઉમેદવારો
વૃશ્ચિક રાશિના પણ ચાર ઉમેદવારો છે તેમાં નરેશભાઇ, નીતાબહેન, યોગિતાબહેન અને યુવરાજસિંહનો સમાવેશ થાય છે. મિથુન રાશિના ચાર ઉમેદવારોમાં કિર્તીબાળાબહેન, કૃણાલભાઇ(કુમારભાઇ), કિશોરભાઇ અને કુલદીપભાઇનો સમાવેશ થાય છે. કન્યા રાશિના બે ઉમેદવારોમાં પરેશભાઇ અને પંકજસિંહનો સમાવેશ થાય છે. તો કર્ક રાશિના બે ઉમેદવારોમાં હીરાબહેન કુકડીયા અને હીરાબહેન વિંઝુડાનો સમાવેશ થાય છે.
યાદીમાં એક જ નામના ત્રણ ત્રણ ઉમેદવારો
આ યાદીમાં એક જ નામના ત્રણ ત્રણ ઉમેદવારો છે. જેમાં રાજેશભાઇ નામના ત્રણ ઉમેદવારોમાં રાજુભાઇ ઉપાધ્યાય, રાજેશભાઇ પંડ્યા અને રાજેશભાઇ રાબડીયાનો સમાવેશ થાય છે. તેમાં રાજુ પંડ્યા અને રાજુ રાબડીયા તો એક જ વોર્ડમાં છે. વર્ષાબહેન નામના 3 ઉમેદવાર છે જેમાં વર્ષાબહેન (ઉનવા),વર્ષાબહેન(મોણપરા), વર્ષાબહેન (પરમાર)નો સમાવેશ થાય છે. જ્યારે ભાવનાબહેન નામના 3 ઉમેદવારોમાં ભાવનાબહેન (દવે), ભાવનાબહેન (ત્રિવેદી) અને ભાવનાબહેન (સેનાની) છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો