તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શિક્ષણ સમિતિમાં ભાજપને 11 તો કોંગ્રેસને 1 બેઠક મળી શકે, 12મીએ ચૂંટણી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્પો.માં ભાજપના 44 સભ્યો હોય અને અનુસૂચિત જાતી 1 અને વિશિષ્ટ લાયકાતની 3 બેઠક ભાજપના હાથમાં

મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટે આગામી 19મી જુલાઇના રોજ ચૂંટણી યોજાનાર છે. આ વખતે કોર્પોરેશનના ચૂંટાયેલા 52 સભ્યો પૈકી માત્ર 8 સભ્યો જ કોંગ્રેસના હોવાથી શિક્ષણ સમિતિમાં માત્ર એક સભ્ય કોંગ્રેસનો ચૂંટાય તેવી શક્યતા છે. કોર્પોરેશનમાં કોંગ્રેસના માત્ર 8 સભ્ય જ હોવાથી મત નોંધણી સમયે પણ બેલેટમાં ક્ષતિ ન સર્જાય તેની તકેદારી રાખવી પડશે નહીં તો શિક્ષણ સમિતિની કોંગ્રેસના હાથમાં આવતી એક બેઠક પણ ચાલી જશે.

મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 12 ચુંટાયેલા અને 3 સરકાર નિયુક્ત સદસ્ય મળી કુલ 15 સભ્યોની સંખ્યાબળનું બંધારણ નક્કી થયેલું છે. આગામી 19મી જુલાઇએ 12 સભ્યોની ચૂંટણી માટે 1લી જુલાઈના રોજ ઉમેદવારોના નિયુક્તિ પત્ર સ્વીકારવામાં આવશે. 9મી જુલાઇએ ચકાસણી અને 19મીએ કોર્પોરેશનના સભાગૃહમાં મત નોંધણી અને મતગણતરી યોજાશે.

12 સભ્યોની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની 1 બેઠક, વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતી 3 બેઠક અને સામાન્ય 8 બેઠક માટે ચૂંટણી યોજાશે. કોર્પોરેશનમાં ભાજપના 44 અને કોંગ્રેસના 8 ચુંટાયેલા સભ્યો છે જેઓ બેલેટ દ્વારા મતદાન કરશે. જે મુજબ શિક્ષણ સમિતિમાં ભાજપના 11 અને કોંગ્રેસનો 1 જ સભ્ય સામાન્ય બેઠકની કેટેગરીમાંથી ચુંટાઈ શકે.

ભાજપ કોંગ્રેસનું સમાધાન થાય તો ચૂંટણી રદ થઈ શકે
કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યો મુજબ મતદાન થતું હોવાને કારણે શિક્ષણ સમિતિમાં સભ્યો પણ નિયત થઈ જતા હોય છે. ગત ટર્મમાં પણ ભાજપ અને કોંગ્રેસે સમાધાન કરી શિક્ષણ સમિતિમાં ભાજપના 8 અને કોંગ્રેસના 4 સભ્યો નક્કી કરતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. તે જ રીતે આ વખતે પણ જો સમાધાન થઇ જાય તો ચૂંટણી મોકૂફ રહી શકે તેમ છે.

કોંગ્રેસની નાની ક્ષતિથી શિક્ષણ સંપૂર્ણ ભાજપના હવાલે થઇ શકે
કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યોને શિક્ષણ સમિતિના સભ્યો ચુટવાનો અધિકાર છે. અનુ.જાતિની 1 બેઠક હોવાથી દરેક સભ્યો એક મત આપી શકે, વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત માટે ત્રણ બેઠક હોવાથી દરેક સભ્યો ત્રણ ત્રણ મત અાપી શકે. જેથી આ ચારેય બેઠકો ભાજપ પાસે સંખ્યા બળ વધુ હોવાને કારણે ભાજપના હવાલે જશે. સામાન્ય આઠ બેઠક પર દરેક સભ્ય આઠ આઠ મત આપી શકવાને કારણે કોંગ્રેસના આઠ સભ્યો 64 જ્યારે ભાજપના સભ્યો 352 મત આપી શકશે. જેથી ભાજપના દરેક સભ્યો આઠ આઠ બેઠક પર 44 - 44 મત આપે અને જો કોંગ્રેસ કંઈ ગફલત કરે તો કોંગ્રેસના ફાળે આવનાર શિક્ષણ સમિતિની એક બેઠક પણ ચાલી જાય.

અન્ય સમાચારો પણ છે...