ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે 570 નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં આજે 526 નવા કેસ નોંધાયા હતા જેમાં 292 પુરુષનો અને 234 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 130 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 44 કેસ નોંધાયા હતા, જેમાં 26 પુરુષનો અને 18 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 26 દર્દીઓ કોરોનાને માત આપી હતી.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 130 અને તાલુકાઓમાં 26 કેસ મળી કુલ 156 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.
આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 2112 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 341 દર્દી મળી કુલ 2453 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 23 હજાર 803 કેસ પૈકી હાલ 2453 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 304 દર્દીઓનું અવસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.