તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતની રાહ:કોરોના કાળમાં શેરડીની જેમ પીલાઈ ગયેલા સિંચોડાવાળાને ભાંગ્યાના ભેરૂ નથી થતું તંત્ર

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોમધખતા તાપમાં લોકોને ટાઢક આપતા શેરડીના સિંચોડા ગત વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ખોલી જ નહીં શકાતા કોર્પોરેશને રાહત આપી 39 સિંચોડાવાળાની ડિપોઝીટ અને લાયસન્સ ફી ની કુલ રકમ રૂ.7.97 લાખ પરત આપી આર્થિક રીતે ભાંગી ગયેલાના ભેરૂ થયા હતા. ગત વર્ષે કોરોનાની થપાટ લાગવા છતાં હિમ્મત નહીં હારી આ વર્ષે પણ શહેરમાં 40 સિંચોડા શરૂ કર્યા ત્યાં પુનઃ કોરોનાની બીજી લહેરે સોથ વાળી કાઢ્યો હતો. માથે કરી કોર્પોરેશનની ફી ભરી પરંતુ ભારે મોટુ નુકસાન થયું છતાં આર્થિક રીતે તુટી ગયેલાને કોર્પોરેશનના શાસકો રાહત આપવાનું વિચારતા નથી.

ભાવનગરમાં ઘણાં એવા પણ પરિવાર છે જે સિઝનેબલ વ્યવસાય કરતા હોય છે. ઉનાળાના માત્ર ત્રણ થી ચાર મહિના શેરડીના રસ માટે સિંચોડા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે હજારો લાખો રૂપિયાની લાવેલી શેરડી પણ ઢોરને નાખી દેવાના વારા આવે છે. જોકે, મહામારીમાં ગત વર્ષે કોર્પોરેશને શેરડીના 39 સિંચોડાવાળાને ડિપોઝીટ અને લાયસન્સ ફીની રકમ પરત આપી આર્થિક ટેકો કર્યો હતો. પરંતુ આ વર્ષે પણ શેરડીના સિંચોડા ખુલતા વેત જ બંધ કરવાના વારા આવ્યા હતા. મંજુરીના દિવસોમાં મોટાભાગના દિવસોમાં સિંચોડા ખોલી જ શક્યા નહીં.

એક તરફ કોર્પોરેશન કોરોના મહામારીને કારણે વિકાસ કામોમાં મુદત વધારો અાપે, ભાડે ચલાવવા આપેલા હોલના ભાડા માફ કરે, કરદાતાઓને પણ રિબેટમાં મુદત વધારા સહિતની રાહત આપે, પરંતુ આર્થિક રીતે સાધારણ એવા સિંચોડાવાળાનું શાસકો પણ કંઈ વિચાર કરતા નથી.

સમયાંતરે બંધ શરૂ રહેતા જસ્ટીફાઈ કરવું મુશ્કેલ
ગત વર્ષે લોકડાઉનને કારણે તમામને ડિપોઝીટ અને લાયસન્સ ફીની રકમ પરત આપી હતી. પરંતુ આ વર્ષે ઘણાંએ ખોલ્યા હતા ઘણાં બંધ રહ્યા હતા. જેથી કોણ કેટલો સમય ખુલ્લા રહ્યા અને કેટલો સમય બંધ રહ્યા તેનુ જસ્ટીફાઈ કરવું મુશ્કેલ છે. છતાં રજૂઆત સંદર્ભે વિચારણામાં છે.> વિજય પંડિત, એસ્ટેટ ઓફિસર

સિંચોડાનું સરવૈયું.. .

વિગતવર્ષ 2020વર્ષ 2021
કુલ અરજી8692
કુલ મંજૂરી4240
ડિપોઝીટ રકમ1,41,5401,17,450
લાયસન્સ ફી6,55,9265,37,724
અન્ય સમાચારો પણ છે...